Wednesday, 11/12/2024
Dark Mode

કોરોના ઇફેક્ટ…..મહીસાગર જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતા વ્યક્તિઓનની થર્મલ સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરાઇ

કોરોના ઇફેક્ટ…..મહીસાગર જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતા વ્યક્તિઓનની થર્મલ સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરાઇ

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર

મહીસાગર જિલ્લામાં રાજસ્થાન તરફથી આવતા વ્યક્તિઓનું કોરોના વાઈરસ અંતર્ગત સ્ક્રિનિંગની કામગીરી શરૂ કરાઇ

સંતરામપુર, તા 21
નોટીફીકેશન ગર્વમેન્ટ ઓફ ગુજરાત, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય ગાંધીનગર ધી એપેડેમિક એક્ટ અનુસંધાને મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રી આર.બી.બારડ દ્વારા સુચના મુજબ રાજસ્થાન સરહદથી મહીસાગર જીલ્લામાં આવતી સરકારી બસ અને પ્રાઇવેટ વાહનોમાં, રાજસ્થાન તરફથી આવતા વ્યક્તિઓનું કોરોના વાઈરસ અંતર્ગત સ્ક્રિનિંગની કામગિરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત લાંભુ ચેક પોસ્ટ, ખાનપુર, પી.એચ.સી પાંડરવાડા, તેમજ પુનાવાડા ચોકડી ચેકપોસ્ટ, કડાણા, પી.એચ.સી સરસવા ઉત્તર, ભમરી ચોકડી ચેકપોસ્ટ, તાલુકો સંતરામપુર, પી.એચ.સી ખેડાપા ચેકપોસ્ટમાં તાલુકા હેલ્થ ઓફીસરીશ્રીએ આરોગ્ય ટીમની રાઉન્ડ અ કલોક ડ્યુટી ગોઠવવામાં આવી છે.
સ્ક્રિનીંગ દરમ્યાન તંત્રની સુચના મુજબ કોઈ શંકાસ્પદ મુસાફર જણાયતો તેને પરત પોતાના વતનમાં જવા કહેવું અથવા તે ૧૦૮ મારફતે મહીસાગર જિલ્લામાં નિયત કરેલ આઇસોલેટેડ વોર્ડ માં ટ્રાન્સફર કરવા અને એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવા અને જીલ્લા એપેડેમિક મેડિકલ ઓફીસરશ્રીને તાત્કાલિક જાણ કરવાની સુચના આપવામાં આવી છે. વધુમાં કરેલ કામગીરીનો દૈનિક રિપોર્ટ આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવી રહ્યો છે.
મહીસાગર જિલ્લામાં ૫૯ વ્યક્તિઓનું ઓબર્ઝવેશન હેઠળ રાખવામાં આવેલ હતા. જેમાંથી ૧૬ વ્યક્તિઓનો ઓબર્ઝવેશન સમયગાળો પુર્ણ થયો છે. જેઓના રીપોર્ટ નેગેટીવ આવેલ છે. હાલમાં ૪૩ વ્યક્તિઓ ઓબર્ઝવેશન હેઠળ છે.
જિલ્લાના ત્રણ એસ.ટી. ડેપો લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર ખાતે સ્ક્રીનીંગ કરવામાં આવશે. દરેક તાલુકામાં કોરનટાઇન વોર્ડ ચાલુ કરવામાં આવ્યા છે.

error: Content is protected !!