Saturday, 20/04/2024
Dark Mode

ઝાલોદ:લોકડાઉનના કપરા કાળમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર

ઝાલોદ:લોકડાઉનના કપરા કાળમાં વ્યાજખોરના ત્રાસથી એક યુવકે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર

નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં એક વ્યક્તિએ વ્યાજખોર પાસેથી રૂ. દોઢ લાખ ઉછીના વ્યાજ પેટે લીધા બાદ અડધા નાણાં આપી દીધા હતા.પરંતુ આ બાદ બાકી રહેલા નાણાં માટે વ્યક્તિને ફોન કરી નાણાંની ઉઘરાણી કરતાં અને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા કરાતાં વ્યાજખોરથી કંટાળી જઈ અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઈ લેતા ગંભીર હાલતમાં નજીકના દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મોત નીપજતા આ સંબંધે મૃતકની પત્ની દ્વારા વ્યાજખોર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળે છે.

ઝાલોદ નગરમાં લુહારવાડા વિસ્તારમાં રહેતા૨૬ વર્ષીય વત્સલભાઈ અશોકભાઈ પરમારે ઝાલોદ નગરમાં પંચશીલ સોસાયટી ખાતે રહેતા વિનોદભાઈ મોહનલાલ સોની પાસેથી કેટલાક સમય પહેલા રૂ.દોઢ લાખ ઉછીના અથવા તો વ્યાજે લીધા હતા. આ દરમ્યાન વિનોદભાઈ અવાર નવાર વત્સલભાઈને ફોન પર પૈસાની માંગણી કરતાં વત્સલભાઈએ રૂ.૮૨,૦૦૦ ચુકવી દીધા બાદ બાકીના રહેલા નાણા માટે પણ વિનોદભાઈ દ્વારા વત્સલભાઈને અવાર નવાર ફોન પર રૂપીયાની ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણી ત્રાસથી ગયેલ અને આત્મહત્યા કરવા માટે દુષ્પ્રેરણા કરતાં ગત તા.૧૫મી માર્ચના રોજ વત્સલભાઈએ કંટાળી જઈ અનાજમાં નાંખવાની ગોળીઓ ખાઈ લેતા આ બાબતની જાણ પરિવારને થઈ હતી અને પરિવાજનો દ્વારા તાબડતોડ વત્સલભાઈને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યા સારવાર દરમ્યાન વત્સલભાઈનું મોત નીપજ્યું હતુ.
આ સંબંધે મૃતક વત્સલભાઈની પત્ની યુક્તીબેને વિનોદભાઈ મોહનલાલ સોની વિરૂધ્ધ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!