Friday, 29/03/2024
Dark Mode

કોરોના સામે જંગ…કોરોના મહામારીની વચ્ચે જિલ્લા પંચાયત દ્વારા તાલુકા દીઠ સૅનેટાઇઝ મશીનો ફાળવ્યા

કોરોના સામે જંગ…કોરોના મહામારીની વચ્ચે જિલ્લા પંચાયત દ્વારા તાલુકા દીઠ સૅનેટાઇઝ મશીનો ફાળવ્યા

જીગ્નેશ બારીયા @ દાહોદ, વિપુલ જોષી @ગરબાડા 

દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં જિલ્લા પંચાયત દ્વારા સેનેટાઇઝ મશીન ફળવાઈ,ગરબાડા તાલુકામાં ગ્રામ પંચાયતને પણ એક્ સૅનેટાઇઝ મશીન આપવામાં આવ્યું, સમગ્ર તાલુકામાં જરૂરિયાત મુજબ આ સેનેટાઈઝ  મશીનનો ઉપયોગ કરી શકાશે

દાહોદ તા.18

દાહોદ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં  કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અગમચેતીના પગલારૂપે તાલુકા દીઠ એક સેનેટાઈઝ  મશીનનું વિતરણ કરવામાં આવ્યું છે.જોકે મોટા તાલુકાઓમાં જરૂરિયાત  મુજબ બે  મશીનો આપ્યો હોવાનું પણ જાણવા મળે છે.

જિલ્લામાં ફાળવવામાં આવેલ સેનેટાઇઝ  મશીનની સાથે બેટરી કમ હેન્ડ ઓપરેટ પંપ 15 નંગ એક હજાર  લીટર સોડિયમ હાઈડ્રો કલોરાઇડ લિક્વિડ પણ આપવામાં આવ્યું છે.જે મશીન ટ્રેક્ટર સાથે- અટેચ થઈને કામ કરશે. આગામી  દિવસોમાં આ મશીનનું ઉપયોગ શહેર સહિત જિલ્લા ના આસપાસના તાલુકાઓમાં ચાલુ કરી દેવામાં આવશે.

error: Content is protected !!