Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુર એસટી ડેપોમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ :સ્થાનિક વહીવટીતંત્ર ગાઢ નિંદ્રામાં

સંતરામપુર એસટી ડેપોમાં પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પાણીનો વેડફાટ :સ્થાનિક વહીવટીતંત્ર ગાઢ નિંદ્રામાં

 ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.19

સંતરામપુર નગરમાં બસ સ્ટેન્ડ ડેપોમાં મુખ્ય પાણીની પાઇપ લીકેજ થતા પાણીનો વેડફાટ સંતરામપુર નગરમાં કેટલાક સમયથી એસટી ડેપોની અંદર મુખ્ય પાણીની પાઇપ ફાટી જવાના કારણે દિવસભર કેટલાક સમયથી પાણીનો બગાડ થતો હોય છે અને પાણીનો વેડફાટ હતા ચારે બાજુથી પાણી ફેલાતા ચારે બાજુ ના રસ્તાઓ પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓની ભારે મુશ્કેલી પડતી હોય છે જ્યારે પણ દરેક વિસ્તારોમાં પાણી ચાલુ કરવામાં આવે તો આ મુખ્ય પાણીમાં પાઇપલાઇનમાંથી પાણી ફરી વળતું હોય છે નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ પાઈપલાઈન મરામત કરવામાં આવે નગરજનોની માંગ ઉઠી છે અને એસટી ડેપોમાં ચોવીસે કલાક બસોનો અવર જવર ચાલુ જ રહેતા હોય છે અને મુસાફરોની સંખ્યાબંધ વાહનો પણ પસાર થતાં હોય છે આના કારણે એસટી ડેપોની અંદર મોટા મોટા ખાડાઓ પડી ગયા હતા ઉનાળો શરૂ થતાં જ પાણી નો બગાડ થયો છે.

error: Content is protected !!