Thursday, 16/01/2025
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના પ્રભાવિત વિસ્તારમાં તંત્રનું અસરકારક આયોજન:ગરબાડાના ભીલવામાં સરકારોની સાથે ગરબાડાના સ્થાનિકો પણ સેવાની સરવાણીમાં જોડાયા:શાકભાજી તેમજ રાહતકીટ વિતરણ કરાઈ

દાહોદ જિલ્લામાં કોરોના પ્રભાવિત વિસ્તારમાં તંત્રનું અસરકારક આયોજન:ગરબાડાના ભીલવામાં સરકારોની સાથે ગરબાડાના સ્થાનિકો પણ સેવાની સરવાણીમાં જોડાયા:શાકભાજી તેમજ રાહતકીટ વિતરણ કરાઈ

વિપુલ જોષી @ ગરબાડા 

દાહોદ જિલ્લામાં કોરોના પ્રભાવિત વિસ્તારમાં તંત્રનું અસરકારક આયોજન, ગરબાડાના ભીલવા માં સરકારોની સાથે ગરબાડા ના સ્થાનિકો પણ સેવાની સરવાણી માં જોડાયા,નગરના યુવાનો દ્વારા ભીલવા નદી ફળિયા માં સો કિલો શાકભાજી અને ૨૫ જેટલી રાહત કીટ આરોગ્ય સ્ટાફની મદદથી યોગ્ય ડિસ્ટન્સ જાળવીને આપી, ગરબાડાના ભીલવા ગામના નદી ફળીયામાં શાકભાજી અને રાશન તંત્ર દ્વારા પહોંચાડાય છે

ગરબાડા તા. ૧૮ :

દાહોદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જે વિસ્તારોમાં આ કેસ નોંધાયા છે ત્યાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. જેથી કરીને કોરોના વિષાણુંનું સક્રમણ ફેલાય નહી. દાહોદના ગરબાડા તાલુકાના ભીલવા ગામે નદી ફળિયા વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લા વહિવટી તંત્ર દ્વારા અહીં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આ ગામમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે સંપૂર્ણ વિસ્તારને સેનેટાઇઝ કરવામાં આવ્યો છે. પોઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોનું ટ્રેસિંગ કરીને તેમને કવોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. આ વિસ્તારના લોકોની પ્રાથમિક જરૂરીયાતની વસ્તુઓ પણ તેમના વિસ્તારમાં પહોંચાડવા માટેનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જીવન જરૂરી રાશન અને રોજબરોજની શાકભાજી માટે પણ બહાર ન આવવું પડે એ માટે સામાજિક અંતર જાળવીને ગ્રામજનોને રાશન અને શાકભાજી પહોંચાડવામાં આવે છે. જેથી લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય અને કોરોના સંક્રમણ વધુ ન ફેલાય. વધુમાં આજે શનિવારના રોજ

આજે ગરબાડા ના ભાવેશ ભાઈ સોની તથા અન્ય મિત્રો એ પણ ભીલવા ગામમાં જ્યાં પોઝિટિવ કેસ આવ્યો છે…એ નદી ફળિયા ના વિસ્તાર માં 100 કિલો શાકભાજી અનઅને 25 જેટલી રાહત કીટ જેમાં જીવન જરૂરિયાત ની તમામ વસ્તુ ઓ હતી …અને લાંબો સમય ચાલે તેવી વસ્તુ ઓ આરોગ્ય ના સ્ટાફ ની મદદ થી દૂર રહીને પહોંચાડી… અને આવા કટોકટીના સમયમાં માનવસેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા.

error: Content is protected !!