Thursday, 21/11/2024
Dark Mode

સુખસરમાં નિવૃત્ત કર્મચારીઓનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

સુખસરમાં નિવૃત્ત કર્મચારીઓનું  સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

હિતેશ કલાલ @ સુખસર 

સુખસરમાં  નિવૃત્ત કર્મચારી સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.સમસ્ત કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય દ્વારા કરાયું હતું.

સુખસર તા.16

ફતેપુરા તાલુકા કક્ષાનો નિવૃત્ત કર્મચારી ઓનો સ્નેહમિલન અને સાધારણ સભાનો કાર્યક્રમ સુખસર ખાતે યોજાયો હતો રાજ્ય નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ મણિલાલ સુથાર અને સાંસદ જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં નિવૃત કર્મચારીઓને મળતું પેન્શન અને પડતર પ્રશ્નો આ બાબતની ચર્ચા કરાઇ હતી નિવૃત્ત કર્મચારીઓને કામગીરી માટે ટીડીઓ દાદાગીરી કરે કે ડીડીઓ સહી ના કરે તો મને જાણ કરવી તેઓ સાંસદ જશવંતસિંહ ભાભોરે કાર્યક્રમમાં જણાવ્યું હતું. નિવૃત્ત કર્મચારીઓ એ ફરજ દરમિયાન સરકારની સેવા કરી છે હવે નિવૃત્તિ પછી સમાજની સેવા કરી રહ્યા છે.

             ફતેપુરા તાલુકાના સુખસર ખાતે શનિવારના રોજ નિવૃત્ત કર્મચારી સ્નેહમિલન અને સાધારણ સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ મણિલાલ સુથાર અને સાંસદ જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં સાધારણ સભા રાજ્ય કર્મચારી મંડળના પ્રમુખ મણિલાલ સુધારે નિવૃત્ત કર્મચારીઓ જણાવ્યું કે આપણા પડતર પ્રશ્નો નો નિકાલ માટે સરકારમાં રજૂઆત કરી છે અને કેટલાક કેસોમાં આપણે હાઈકોર્ટમાં કેસ પણ જીતી ગયા છે અને નિયમ મુજબ આવતા  નિવૃત કર્મચારીઓને નાણાં પણ મળી ગયા છે. સરકાર આપણી વાત સાંભળે છે અને આપણે કોઈ હડતાલ કે રેલી કાઢવાની જરૂર નથી. આપણી કપરી સ્થિતિમાં જે સરકાર આપણી પડખે આવે તેમની સાથે આપણે રહેવું પડે. રાજ્યમાં નિવૃત્ત કર્મચારીઓને હાઇકોર્ટમાં લડીને કરોડો રૂપિયા આપણે કર્મચારીઓને અપાવ્યા છે તેવું જણાવ્યું હતું ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરે જણાવ્યું કે નિવૃત કર્મચારીઓ માટે હંમેશા અમે તમારી સાથે છીએ ગમે તેવા કામ હોય અમે કટિબદ્ધ છીએ તેમજ કોઇ કામ માટે તાલુકામાં ટીડીઓ દાદાગીરી કરે કે ડીડીઓ સહી ના કરે તો તેની યાદી લાવો તેઓની પણ આપણે દવા કરીએ. તેમજ નાના-મોટા કોઇપણ કામ હોય તો રૂબરૂ મુલાકાત કર્યો અને આપણે તેના નિરાકરણ માટેની ચર્ચા કરવી તેવું જણાવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારા તમામ નિવૃત્ત કર્મચારીઓને લાંબુ આયુષ્ય રહે તે માટે શુભેચ્છા પાઠવી હતી અને આ કાર્યક્રમનું આયોજન ધારાસભ્ય દ્વારા કરાયું હતું. કાર્યક્રમમાં ૮૦ વર્ષ વટાવી ચૂકેલા નિવૃત્ત કર્મચારીઓ નું શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.

error: Content is protected !!