Wednesday, 06/11/2024
Dark Mode

સુખસર કૃષિ પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરો તોડી ટેબલેટની ચોરી

સુખસર કૃષિ પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરો તોડી ટેબલેટની ચોરી

હિતેશ કલાલ @સુખસર  

સુખસર કૃષિ પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરો તોડી ટેબલેટ ની ચોરી.ચાર બાળકો શાળામાં ઘૂસ્યા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું.બપોરના 3:15 વાગ્યાના અરસામાં ચોરી થઇ હોવાનું જણાઈ આવ્યું.

ફતેપુરા તાલુકાના સુખસરમાં આવેલી કૃષિ પ્રાથમિક શાળામાં સીસીટીવી કેમેરો તોડી ટેબલેટની ચોરી થઇ હોવાનું આચાર્યે જણાવ્યું હતું જેમાં સીસીટીવી ફૂટેજ જોતા ચાર જેટલા બાળકો શાળામાં ઘૂસ્યા હોવાનું અને કેમેરો તોડ્યો હોવાનું કેમેરામાં કેદ થયેલું જણાઇ આવ્યું હતું ૨૫ ઓક્ટોબર ના રોજ બપોરના 3:15 વાગ્યાના અરસામાં ચોરી થયા હોવાનું થઇ હોવાનું જણાઇ આવ્યું હતું જેથી આ બાબતે 30 ઓક્ટોબર જ પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી પરંતુ પંદર દિવસ બાદ પણ કોઇ ફરિયાદ નોંધવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના સુખસર માં મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં ૩૦ ઓક્ટોબરના રોજ આચાર્ય પર્વતભાઈ લબાના કોઈ કામ અર્થે શાળામાં આવ્યા હતા જેમાં લોબી નો સીસીટીવી કેમેરો તૂટેલો જોવા મળ્યો હતો જેથી ઓફિસ અને વર્ગખંડમાં તપાસ કરતા ગણિત વિજ્ઞાનના રૂમમાંથી ટેબલેટ ની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું સીસીટીવી ફૂટેજ નું રેકોર્ડિંગ જોતા દસથી બાર વર્ષ જેટલી ઉંમરના ચાર બાળકો શાળામાં પ્રવેશ્યા હોવાનું જાણવા મળ્યું હતું તેમજ કેમેરો પણ બાળક કે તોડ્યો હોવાનું નજરે પડયું હતું જેથી આ બાળકો એ જ શાળામાં ચોરી કરી હોવાનું શંકા ગઈ હતી જેથી 30 ઓક્ટોબરના રોજ આચાર્ય દ્વારા આ ઘટના બાબતે સુખસર પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી પરંતુ આ ઘટના બન્યાને ૧૫ દિવસ જેટલો સમય થઇ ગયો હોવા છતાં પોલીસ દ્વારા કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં ન આવતાં આશ્ચર્ય સર્જાયું હતું. આ ઘટના 25 ઓક્ટોબર ના રોજ બપોરના 3: 15 વાગ્યાના અરસામાં બની હોવાનું સીસીટીવી ફુટેજમાં જાણવા મળ્યું હતું.

સુખસર કૃષિ પ્રાથમિક શાળામાં એક વર્ષ અગાઉ પણ ચોરી થઈ હતી જેમાં ૧૧ જેટલા કોમ્પ્યુટર ચોરાયા હતા જેનો ભેદ હજુ સુધી ઉકેલાયો નથી તેમ જ થોડા મહિના અગાઉ શાળામાં વૃક્ષો તોડી નાખવામાં આવ્યા હોવાની પણ ઘટના બની હતી અને ત્યારબાદ શાળામાં સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા છતાં પણ આવી ઘટના બનતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પર્વતભાઈ લબાના (આચાર્ય)
“હું 30 ઓક્ટોબરે શાળામાં કામ અર્થે ગયો હતો જેમાં એક કેમેરો તૂટેલો હોવાનું જણાય આવ્યો હતો જેથી તપાસ કરતા એક રૂમમાંથી ટેબલેટ ચોરાઈ હોવાનું જાણવા મળ્યું હતું સીસીટીવી ફૂટેજ જોતા ચાર બાળકો શાળામાં કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હોવાનું અને એક બાળક દ્વારા સીસીટીવી કેમેરો તોડવામાં આવ્યો હોવાનું ફૂટેજમાં જોવા મળ્યું હતું. 25 તારીખ ની ઘટના બની હતી. 30 તારીખે જ મે પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ આપી હતી.”

એલ.એચ પારગી (પીએસઆઇ સુખસર)
 સુખસર પ્રાથમિક શાળામાં ચોરી થઇ હોવાની અરજી આવી છે ચાર બાળકો હોવાનું સીસીટીવીમાં જોવા મળ્યું છે તપાસ ચાલુ છે છોકરાઓ ઓળખાણમાં આવે પછી ફરિયાદ દાખલ કરીએ.”

error: Content is protected !!