Saturday, 27/07/2024
Dark Mode

વેપારી પુત્રના મૃત્યુ પ્રકરણમાં પરિજનો તેમજ નગરજનોએ મૌન રેલી કાઢી ડી.એસ.પીને આવેદન આપી સીઆઇડી ક્રાઇમની તપાસ માંગતા પંથકમાં ચર્ચાના એરણે

વેપારી પુત્રના મૃત્યુ પ્રકરણમાં પરિજનો તેમજ નગરજનોએ મૌન રેલી કાઢી ડી.એસ.પીને આવેદન આપી સીઆઇડી ક્રાઇમની તપાસ માંગતા પંથકમાં ચર્ચાના એરણે

લીમડીના વેપારીના 13 વર્ષીય પુત્ર તુષારના  અપહરણ ના બે દિવસ બાદ તેની લાશ ખારવા નદીમાંથી મળી આવ્યા બાદ સમગ્ર પ્રકરણમાં લીમડી પોલીસની કામગીરીથી અસંતુષ્ટ તુષારના પરિજનો તેમજ સમાજના લોકોએ રેલી કાઢી ડી.વાય એસ.પી ને આવેદન આપી સમગ્ર પ્રકરણની સી.આઈ.ડી ક્રાઇમ માંગણીથી શહેર સહિત જિલ્લામાં ચર્ચા ને એરણે

દાહોદ ડેસ્ક  તા.૧૬

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક ૧૩ વર્ષીય બાળકનું અજાણ્યા ઈસમો દ્વારા અપહરણ કર્યાની ઘટના બાદ આ બાળકની લાશ ખારવા નદીના તટ પરથી મળી આવી હતી આ સમગ્ર મામલે આજરોજ લીમડીમાં ગ્રામજનો દ્વારા તથા બાળકના માતા – પિતા દ્વારા ઝાલોદ ડી.વાય.એસ.પી.ને આવેદન પત્ર આપી સમગ્ર ઘટનાની તપાસ સી.આઈ.ડી.ક્રાઈમ મારફતે કરવાની માંગણી કરી હતી.

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં રહેતા એક વેપારી નો પુત્ર તુષારનું ચાર – પાંચ દિવસ અગાઉ અપહરણ થયુ હતુ અને આ સંબંધે તુષારના પિતાએ આ સંબંધે લીમડી પોલિસ મથકે અપહરણનો કેસ નોંધાવ્યો હતો. આ બાદ ૧૩ વર્ષીય તુષારની લાશ ઝાલોદની ખારવા નદીના તટ પરથી મળી આવતા પરિવારમાં આઘતની લાગણી પ્રસરી જવા પામી હતી. આજરોજ આ સંબંધે લીમડીના ગ્રામજનો દ્વારા લીમડી નગરમાં રેલીનું આયોજન કર્યા બાદ ઝાલોદ ડી.વાય.એસ.પી. ની મુલાકત લીધી હતી અને આ સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે અને આ કેસની તપાસ સી.આઈ.ડી.ક્રાઈમને સોંપવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું.

error: Content is protected !!