Wednesday, 04/12/2024
Dark Mode

સંતરામપુરમાં પાઁચ ઘોડાઓમાં ગલેન્ડરના લક્ષણો દેખાતા વહીવટી તંત્ર દ્વારા દફનવિધિ બાદ મેડિકલ વેસ્ટ બહાર ખુલ્લામાં ફેંકી દેતા લોકોમાં રોષ

સંતરામપુરમાં પાઁચ ઘોડાઓમાં ગલેન્ડરના લક્ષણો દેખાતા વહીવટી તંત્ર દ્વારા દફનવિધિ બાદ મેડિકલ વેસ્ટ બહાર ખુલ્લામાં ફેંકી દેતા લોકોમાં રોષ

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

સંતરામપુર તા.15

સંતરામપુર નગરમાં પાંચ ઘોડાનો ગલેન્ડર ના લક્ષણો દેખાતા રિપોર્ટ પોઝિટિવ આવતા પાંચ ઘોડાનો નાશ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી નાના નટવા ગામે પાંચ ઘોડા ને લઈને વહીવટીતંત્ર ઘોડાને દફનવિધિ કરવા ગયા હતા પરંતુ ગામના લોકોએ વિરોધ અને કર્મચારીઓ પર અધિકારીઓ પર હુમલો કરીને દફનવિધિ કરવાનું ના પાડવામાં આવી હતી રાતોરાત તમામ વહીવટી તંત્ર સંતરામપુરના નગરપાલિકાની હદમાં વોર્ડ નંબર એકમાં જુના તળાવ પાસે અને કુરેટા નજીક કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ વહીવટી તંત્ર કુરેટા નજીક રોડની સાઈડમાં પાંચ ઘોડા ને દફનવિધિ કરવામાં આવી હતી પણ આ કામગીરીમાં બરાબર ના થતા અને ગામના લોકોએ આ ક્રમે આવીને આ જગ્યા પર નો દફનવિધિ કારણે તેનો વિરોધ કર્યો હતો અને ભારે નારાજગી વ્યક્ત કરી હતી આ જગ્યાએ અહીં અમે રહેતા હોય છે આવી ગંભીર બીમારીવાળા ઘોડાને દફનાવી નહીં અમારી માટે મુશ્કેલી ઉભી કરી છે પશુપાલન કર્મચારી વેટનરી ડૉક્ટર અધિકારી તમામનો ગ્રામજનોએ આ જગ્યા પર નો અમને પૂછ્યા વગર દફનાવેલા છે તેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને દફનવિધિ જગ્યાએ વહીવટી તંત્ર સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરેલ નથી આ જગ્યા ઉપર ચારે બાજુ ફેન્સી વાયરીંગ અને પ્લાસ્ટર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઊભી થયેલી છે અને આ જગ્યા મારા પશુઓ પણ જતા હોય છે અમારા પશુઓને પણ નુકસાન થાય છે જો વહીવટીતંત્ર અમારી વાત નહીં લાગે તો તો અમે બધા કાઢીને મામલતદાર કચેરી નગરપાલિકામાં પછી આવશો આવું ગ્રામજનોએ ચીમકી આપેલી છે અને કામગીરી દરમિયાન માસ હાથના મોજા તમામ ચીજવસ્તુઓ જ્યારે ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલી છે નિયમ અનુસાર મેડિકલ વેસ્ટ કચરો તેને બાળીને નાશ કરવો જોઈએ પણ તંત્રની બેદરકારીના કારણે આજે રોડ ઉપર ખુલ્લામાં ફેંકી દેવામાં આવેલો છે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 

error: Content is protected !!