Friday, 06/12/2024
Dark Mode

કેરોસીનના નામે સંચાલકો દ્વારા ચલાવાતો કાળો કારોબાર:ફતેપુરા તાલુકામાં ૪૨ હજાર લીટર કેરોસીનની ફાળવણી છતાં રેશનકાર્ડ ધારકો કેરોસીનથી વંચિત

કેરોસીનના નામે સંચાલકો દ્વારા ચલાવાતો કાળો કારોબાર:ફતેપુરા તાલુકામાં ૪૨ હજાર લીટર કેરોસીનની ફાળવણી છતાં રેશનકાર્ડ ધારકો કેરોસીનથી વંચિત

હિતેશ કલાલ @ સુખસર 

કેરોસીન ના નામે સંચાલકો દ્વારા ચલાવાતો કાળો કારોબાર,ફતેપુરા તાલુકામાં ૪૨ હજાર લીટર કેરોસીનની ફાળવણી છતાં રેશનકાર્ડ ધારકોને વંચિત રહેવાનો વારો.તાલુકામાં 43849 રેશનકાર્ડ માં 200221 જનસંખ્યા નો સમાવેશ, છ મહિના ઉપરાંતથી સરકારે કેરોસીન બંધ કરી દીધું હોવાનું જણાવતા સંચાલકો.જોકે દર મહિને સરકાર દ્વારા 12612 પરિવારો માટે કેરોસિનની ફાળવણી કરાય છે

 સુખસર તા.13

ફતેપુરા તાલુકામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર ના સંચાલકોને દર મહિને ૪૨ હજાર લીટર કેરોસિનની ફાળવણી કરવામાં આવે છે છતાં છેલ્લા ૬ મહિના ઉપરાંતથી સરકારે કેરોસીન બંધ કરી દીધું છે તેવી વાતો કરી કેરોસીન આપતા ન હોવાનું કેટલાક રેશનકાર્ડ ધારકોની રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું છે તાલુકામાં કુલ 43849 રેશનકાર્ડ માં 31687 રેશન કાર્ડ ગેસ કનેક્શન ધરાવે છે જ્યારે 12612 રેશનકાર્ડ ધારકોને કેરોસીન મળવાપાત્ર છે. કુલ રેશનકાર્ડ આધારિત 200221જનસંખ્યા છે.

   દાહોદ જિલ્લો મહત્વકાંક્ષી જિલ્લામાં સમાવેશ થયેલો છે જેમાં અંતરિયાળ વિસ્તારમાં વસ્તી આદિજાતિ પ્રજાને આજની ૨૧મી સદીમાં પણ મોટાભાગના ઘરોમાં ચૂલા પર ભોજન બનાવાઈ રહ્યું છે ઉજ્વલા યોજના અંતર્ગત ઘરે ઘરે ગેસ કનેક્શન આપવાની યોજના ચાલી રહી છે પરંતુ હજુ મોટાભાગના ઘરોમાં ગેસ કનેક્શન પહોંચી શક્યું નથી. તેમજ સરકાર દ્વારા કેરોસિનની ફાળવણી કરવામાં આવતી હોવા છતાં કેટલાક સંચાલકો દ્વારા સરકારે કેરોસીન બંધ કરી દીધું છે તેવું જણાવી રેશનકાર્ડ ધારકોને કેરોસીન આપતા ન હોવાનું રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું છે

     ફતેપુરા તાલુકામાં પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર 69 જેટલી દુકાનો આવેલી છે જેમાં કુલ 43849 રેશનકાર્ડ માં 200221 જનસંખ્યા નો સમાવેશ થયેલો છે. જેમાં બીપીએલ રેશનકાર્ડ17262 માં 84079 જનસંખ્યા,અંત્યોદય 10364 રેશનકાર્ડ મા 46076 જનસંખ્યા,  apl-1 16050 રેશનકાર્ડ માં  69245 જનસંખ્યા અને apl-2 મા173 રેશનકાર્ડ મા  821 જનસંખ્યાનો સમાવેશ છે. તાલુકામાં 31 687 રેશનકાર્ડ ધારકોને ગેસ કનેક્શન ની ફાળવણી થઈ ગઈ છે જ્યારે 12612 રેશનકાર્ડ ધારકોને દર મહિને કેરોસીન ની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ તાલુકામાં  કેટલાક સંચાલકો  સરકાર દ્વારા બંધ કરી દેવાયું છે તેવું કહી કેરોસીન આપતા જ ન હોવાનું કેટલાક રેશનકાર્ડ ધારકોએ જણાવ્યું હતું.

તાલુકા કક્ષાએ સંચાલકોને કેરોસીનનો પૂરતો જથ્થો ફાળવવા આવે છે તેમ છતાંય ખાતાધારકોને કેરોસીન ન મળતું હોય તો અત્રેની કચેરીએ ફરિયાદ કરી શકે છે.  

આ બાબતે મામલતદાર કચેરી ફતેપુરા ખાતે પૂછપરછ કરતા જાણવા મળેલ કે તાલુકામાં દર મહિને 42,000 લિટર કેરોસિનની ફાળવણી કરવામાં આવે છે અને સંચાલકોને પણ જથ્થો પૂરો પાડવામાં આવે છે રેશનકાર્ડ ધારકોને કેરોસીન અપાતું ન હોય તો અમારી કચેરીએ રજૂઆત કરી શકે છે.

સરકારશ્રી તરફથી ફળવાતો કેરોસીનનો જથ્થો ક્યાં જાય છે.તે તપાસનો વિષય  

તાલુકાના કેટલાક ગામોમાં ગેસ કનેક્શન ફાળવણી ન થઈ હોય તેવા રેશનકાર્ડ ધારકો ની પૂછપરછ કરતાં છેલ્લા છ માસમાં ઉપરાંતથી સંચાલકો દ્વારા કેરોસીન આપવામાં આવતું ન હોવાનું જણાવ્યું હતું તેમજ સરકાર દ્વારા કેરોસીન બંધ કરી દેવાયું છે તેવું  જણાવ્યું હતું જે એક આશ્ચર્યજનક બાબત છે જેથી જિલ્લા પુરવઠા કલેકટર દ્વારા આ બાબતે તટસ્થ તપાસ કરાય તો કેરોસીનના કાળા કારોબારનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.

તાલુકામાં રેશનકાર્ડ અને જનસંખ્યા

Bpl -17626.             84079

Atyoday – 10364.    46076

Apl-1  –   16050.     69245

Apl-2  –    173.         821

error: Content is protected !!