Saturday, 24/07/2021
Dark Mode

દે.બારિયાના પીપલોદમાં કુવામાંથી મેડિકલ વેસ્ટ મળી આવતા પંથકમાં ફફડાટ :કોરોના ફેલાવવાનું ષડયંત્ર હોવાની અફવાથી ચોકી ઉઠયું તંત્ર

દે.બારિયાના પીપલોદમાં કુવામાંથી  મેડિકલ વેસ્ટ મળી આવતા પંથકમાં ફફડાટ :કોરોના ફેલાવવાનું ષડયંત્ર હોવાની અફવાથી ચોકી ઉઠયું તંત્ર

 મઝહરઅલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના પીપલોદ ગામે આવેલા પીવાના પાણીના (સંપ)કૂવામાં કોઈ અજાણ્યા ઇસમો દ્વારા કૂવામાં ઇન્જેક્શન, દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી જતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો,પીપલોદ ગામના પીવાના પાણીના કૂવામાં દવાની બોટલ, ઇન્જેક્શન સહિત દારૂની બોટલ નાખતા ગ્રામજનોમાં ફફડાટ, ગ્રામજનોને જાણ થતા ગ્રામજનો મોટી સંખ્યામાં કૂવા પાસે દોડી આવ્યા.કોરોના વાઈરસને ફેલાવા કૃત્યુ આચરાયું હોવાની અફવા થી લોકો ભયભીત બન્યા.(સંપ)કૂવાનું પાણી પીવા માટે બંધ કરાયું.

દેવગઢ બારીયા તા.11

દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં આવેલ પિપલોદ ગ્રામ પંચાયતના પીવાના પાણીના કૂવામાં અજાણ્યા ઇસમો દ્વારા કૂવામાં ઇન્જેક્શનો દવાની બોટલ સહિત દારૂની બોટલ કુવાના પીવાના પાણીમાં નાખી જતા ગ્રામજનોમાં ફફડાટ તંત્ર દોડતું થયું.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકામાં આવેલ પીપલોદ ગ્રામ પંચાયતમાં પીપલોદ ગામને પીવાના પાણી પૂરું પાડતા (સંપ) કૂવામાં સવારના સમયે કોઇ અજાણ્યા ઈસમ દ્વારા કુવાની અંદર પાણીમાં ઇન્જેક્શન, દવાની બોટલ સહિત દારૂની બોટલ નાખી જતા જે બનાવની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો મોટી સંખ્યામાં કુવા પાસે દોડી આવ્યા હતા. (સંપ)કૂવામાં જોતા ઇન્જેક્શન પાણીની બોટલો અને દારૂની બોટલો કુવાના પાણીમાં જોવાતા ગામના સરપંચને આ બાબતે જાણ કરતા સરપંચ સ્થળ ઉપર આવી જોતા તે પણ અચંબામાં પડી ગયેલ અને આ બનાવ અંગે આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય તંત્ર ઘટના સ્થળે દોડી આવી કૂવામાંના પાણીના સેમ્પલ લઇ તેમાં દવાનો છંટકાવ કરી પાણીના સેમ્પલ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપેલ છે. ત્યારે આ પાણીના સેમ્પલનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી કૂવાનું પાણી પીવા માટે બંધ કરાયું છે. તેમજ ગ્રામજનોને પાણી નહિ પીવાની સૂચના આપવામાં આવી છે. ત્યારે આ બનાવને લઇને કોઈક ગ્રામજનો દ્વારા કોરોના વાઇરસ ફેલાવવા માટે આ કૃત્ય કરાયાની અફવા ફેલાવતા ગ્રામજનો ભયભીત બન્યા છે. ત્યારે આ બનાવને લઇ ગ્રામ પંચાયત દ્વારા કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. જે એક સવાલ સમાન છે ત્યારે ગ્રામ પંચાયતના તલાટી પંચાયતમાં હાજર ન રહેતા હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું હતું. ત્યારે અગાઉ પણ આ કૂવાને લઈને અનેક સમસ્યા ઓ ઊભી થવા પામી છે ત્યારે આ કૂવા(સંપ) ઉપર થી ગામમાં પીવાનું પાણી અપાતું હોઈ ત્યારે તે કૂવા ઉપર કોઈ જવાબદાર કર્મચારી મૂકવામાં આવ્યો છે કે નહિ તેવા પણ સવાલ ઉઠવા પામ્યા છે. ત્યારે હાલમાં ગ્રામજનો ને આ પાણીનો પીવામાં ઉપયોગ ન કરે તે તેમના માટે હીત વાહક છે. ત્યારે પીવાના પાણીના કૂવામાં આ દવાની બોટલ ઇન્જેક્શન અને દારૂની બોટલ કોણે અને કેમ નાખી હશે ? તે દિશામાં ગ્રામ પંચાયત તપાસ કરાવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!