Tuesday, 16/04/2024
Dark Mode

દાહોદ ટાઉન પીઆઇએ માનવતા દાખવી:દાહોદ આવી પહોંચેલા ત્રણ બાળ શ્રમિકોને ભોજન પુરૂ પાડી બાળ ચિલ્ડ્રન હોમમાં મોકલ્યા

દાહોદ ટાઉન પીઆઇએ માનવતા દાખવી:દાહોદ આવી પહોંચેલા ત્રણ બાળ શ્રમિકોને ભોજન પુરૂ પાડી બાળ ચિલ્ડ્રન હોમમાં મોકલ્યા

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.૧૧

મળતી માહિતી પ્રમાણે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના રાઉટી નજીક ગામના બાળ કિશોરો (૧) દિપક કુમાર કાનસીંગ મેડા (ઉ.વ.૧૪),(૨) ગોપાલ બીદીયા મેડા (ઉ.વ.૧૧) અને (૩) વિનોદ વિરૂ જાતે મેડા (ઉ.વ.૯,તમામ રહે. રતલામ, રાવટી પાસે, મધ્યપ્રદેશ) ગોધરા ખાતે એક ચાહ્‌ની લારી પર નોકરી કરતાં હતા. જાણવા મળ્યા પ્રમાણે, ગોધરાના ચાહની લારીના માલિક દ્વારા ૧૦૦૦ – ૧૦૦૦ રૂપીયા આ બાળ શ્રમીકોને આપી કાઢી મુક્યા હતા અને ઘરે જતાં રહો તેમ કહેતા આ બાળકો રસ્તે ચાલતા પસાર થઈ રહ્યા હતા અને રસ્તામાં એક ટ્રકમાં બેસી દાહોદ ખાતે આવી પહોંચ્યા હતા. આ બાળકો દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે જતાં હતા તે સમયે રસ્તામાં દાહોદના ભરપોડા સર્કલ પર પોલીસ બંદોબસ્તમાં હાજર ટાઉન પી.આઈ. વસંત પટેલને આ બાળકો નજરે પડ્યા હતા અને ત્રણેય બાળકોને ઉભા રાખી તેઓની શાંતિપુર્ણ રીતે પુછપરછ કરતાં આ બાળકોએ ઉપરોક્ત હકીકત જણાવી હતી. પી.આઈ. વસંત પટેલ દ્વારા આવા લોકડાઉનના કપરા સમયે માનવતા દાખલી આ ત્રણેય બાળકોને ખાણીપીણીની સુવિધા પુરી પાડી તેમજ સાત્વના આપી હતી. લોકડાઉનની પરિસ્થતિ વચ્ચે હાલ તમામ બોર્ડરો સીલ કરી દેવામાં આવી છે ત્યારે આ બાળકોને વતન ખાતે મોકલી શકાય તેમ ન હોવાથી આ બાળકોને ટાઉન પી.આઈ. દ્વારા આરોગ્યની ટીમ બોલાવીને ઉપરોક્ત બાળકોનું મેડીકલ સ્ક્રીનીંગ કરાવી તેઓને ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!