Wednesday, 05/02/2025
Dark Mode

રાજસ્થાનથી આવેલા યુવકને આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરી હોમ કોરોનટાઇન કરાયાં

રાજસ્થાનથી આવેલા યુવકને આરોગ્ય વિભાગ દ્વારા સ્ક્રીનિંગ કરી હોમ કોરોનટાઇન કરાયાં

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરાના બલૈયામાં રાજસ્થાનથી આવેલા યુવકના પરિવારને હોમકોરોનટાઇન કરાયા,શુક્રવારની રાત્રિના સમયે બાસવાડાથી આવ્યો હોવાનું આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી.

સુખસર તા.11

ફતેપુરા તાલુકાના બદલે આમાં એક યુવક શુક્રવારની રાત્રિના સમયે રાજસ્થાન થી આવ્યો હોવાની જાણ આરોગ્ય વિભાગને કરાતા યુવક સહિત ત્રણ સભ્યોને હોમ કોરોનટાઈન હતા.

રાજ્ય સહિત મોટાભાગના દેશોમાં કોરોના સંક્રમણને લઈ હાહાકાર મચી જવા પામ્યો છે.રાજ્યમાં અનેક જિલ્લાઓમાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. દાહોદ જિલ્લામાં પણ ઇન્દોર થી આવેલા એક બાળકીનો પોઝિટિવ કેસ નોંધાતા વહીવટી તંત્ર સક્રિય કામગીરી કરી રહ્યું છે.સરહદી ગણાતા મધ્યપ્રદેશ અને રાજસ્થાન જિલ્લામાં પણ પૉઝિટિવ કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સરહદ સીલ કરી દેવાઈ છે જેમાં રાજસ્થાન બાસવાડા જિલ્લાના એક યુવક ફતેપુરા તાલુકાના બલૈયા ગામે શુક્રવારની રાત્રિના સમયે આવ્યો હતો જેની જાણ શનિવારના રોજ આરોગ્ય વિભાગને થતાં જ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બલૈયા ના સ્ટાફ દ્વારા આ યુવક ની તપાસ કરાઇ હતી અને તેના ઘરમાં વહેતા અન્ય બે વ્યક્તિઓને પણ મુલાકાત લઇ પરિવારના ત્રણ સભ્યોને હોમ કોરોનતાઈન કરાયા હતા.

error: Content is protected !!