Friday, 06/12/2024
Dark Mode

સાવધાન….વિવિધ વિભાગોમાં સતત ગેરહાજર રહેતા ગુલ્લેબાજ અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે:-કલેક્ટરશ્રી વિજય ખરાડી

સાવધાન….વિવિધ વિભાગોમાં સતત ગેરહાજર રહેતા ગુલ્લેબાજ અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે:-કલેક્ટરશ્રી વિજય ખરાડી

 નીલ ડોડીયાર @ દાહોદ 

દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં ફરજ બજાવતાં વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેઓના ફરજના હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા આપવામાં આવેલ સુચનાઓ છતાં હજુ પણ ઘણા અધિકારીઓ તેમજ કર્મચારીઓ હેડક્વાર્ટર ખાતે હાજર ન રહેતા હોવાનુ જણાતા આજરોજ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા આવા અધિકારીઓ તેમજ કર્મચારીઓને ફરજીયાત હાજર રહેવાના સંલગ્ન અધિકારીઓને તેમજ કચેરીને નોટીસ ફટકારી ફરીથી સુચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં હવે કોઈ ફરિયાદ કે રજુઆત ધ્યાને આવશે તો નિયમો અનુસાર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.
મળતી પ્રાપ્ત વિગતો અનુસાર, નોવેલ કોરોના વાયરસના ચેપને નિયંત્રણ કરવા દાહોદ જિલ્લામાં ફરજ બજાવતાં વિવિધ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓને તેઓના ફરજના હેડક્વાર્ટર ખાતે હાજર રહેવા સુચનાઓ આપવામાં આવી હતી તેમ છતાં હજુ પણ કેટલાક અધિકારીઓ, કર્મચારીઓ હેડક્વાર્ટર ખાતે હાજર ન રહેતા અને આજુબાજુના જિલ્લાઓમાંથી ફરજના સ્થળે અવર જવર કરતાં હોવાનું દાહોદ જિલ્લા કલેક્ટરને ધ્યાને આવતા kovid 2019 ને જોગવાઈઓ વિપરીત નું વર્તન હોવાની નોંધ લઇ પ્રવર્તમાન સંજાગોમાં આ બાબત અતિ ગંભીર પણ ગણી શકાય તેવાે તારણ થી તમામ અધિકારીઓ તેમજ કર્મચારીઓ તેઓના નોકરીના સ્થળે ફરજીયાત રહેવા પુનઃ જિલ્લા કલેક્ટર દ્વારા કડક શબ્દો મા સુચના આપવામાં આવી છે અને આ બાબતે ભવિષ્યમાં કોઈ ફરિયાદ અથવા રજુઆત ધ્યાને આવશે તો તેઓની સામે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ – ૨૦૦૫ તથા ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલના નિયમો મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ દાહોદ જિલ્લા કલેક્ટર દ્વારા જણાવાયું છે.ત્યારે આવા ગુલેબાજ કર્મચારીઓમાં એક પ્રકારનું ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

error: Content is protected !!