Friday, 24/01/2025
Dark Mode

કોરોના ઇફેક્ટ….. અમદાવાદથી અંતિમવિધિ માટે લવાયેલા મૃતદેહને પોલિસે સમજાવટ કરી પાછો મોકલ્યો

કોરોના ઇફેક્ટ….. અમદાવાદથી અંતિમવિધિ માટે લવાયેલા મૃતદેહને પોલિસે સમજાવટ કરી પાછો મોકલ્યો

મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ તા.11

તાજેતરમાં જ દાહોદ ખાતે નવ વર્ષની બાળકીને કોરોના પોઝિટિવ હોવાની વાતે વહીવટી તંત્ર એકદમ હરકતમાં આવી જવા પામ્યું છે ત્યારે દૂધ ના દાઝેલા છાશ ફૂંકી ફૂંકીને પીવાય તેવી પરિસ્થિતિનું નિર્માણ દાહોદ જિલ્લામાં ઊદભવવા પામ્યું છે હજુ તો ઇન્દોરથી આવેલા મૃતદેહને દાહોદ મોકલવામાં કોની કોની ભૂમિકા રહી છે અને સરકારે તેને પરમિશન આપી છે કે કેમ તેની તપાસ થઇ રહી છે એવા સમયે દાહોદ જિલ્લાના મૂળ ચીલાકોટા ના વતની પરંતુ વેપાર-ધંધા અર્થે અમદાવાદ ખાતે કામગીરી કરતા એક પરિવારને પાડાના વાંકે પખાલીને ડામ જેવી પરિસ્થિતિ નો સામનો કરવાનો આવ્યો છે વાત એમ છે કે મૂળ ચીલાકોટા ના વતની પરંતુ અમદાવાદ ખાતે નોકરી ધંધાર્થે ગયેલા પરિવારના સદસ્ય રેખાબેન પરમાર અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા હાર્ટ ફેલ ને કારણે એમનું કરુણ મૃત્યુ નીપજયું હતું જેથી સ્વજનોએ સદગતના મૃતદેહની માદરેવતન ચીલાકોટા ખાતે લાવવાનું નક્કી કર્યું હતું અમદાવાદના તબીબનો લેટર લઈને નીકળેલા આ પરિવારને જાગૃત પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના સંબંધિત ઓ એ ભથવાડા ટોલ નાકા પાસે આંતરી હતું એટલું જ નહીં પણ ચીલાકોટા ગામ માં વાત ફેલાતા ગામમાં છૂપો ગણગણાટ પણ શરૂ થવા પામ્યો હતો અને તેના ફળ સ્વરૂપે જો ગામમાં મૃતદેહ લાવવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે ના એ માટે સ્થાનિક પોલીસ અધિકારીઓએ સમય સુચકતા વાપરી રેખાબેન પરમારના સૌ સજ્જન સ્વજનોને સમજાવ્યા હતા પોલીસની સમજાવટ અને પ્રવર્તમાન સંજોગો ને પારખીને સ્વજનો એ સંમતિ દર્શાવતા અને અને અન્ય શંકા-કુશંકાઓ ના જન્મે તે માટે રેખાબેનના મૃતદેહને પૂન અમદાવાદ ખાતે લઈ જઈ અને ત્યાંજ તેમની અંતિમ વિધિ પતાવી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે ત્યારે હાલ તો પોલીસે સમગ્ર જિલ્લાની સરહદ સીલ કરી છે ત્યારે હોટ સ્પોટ એવા ઇન્દોરથી મૃતદેહને કેવી રીતે લાવવામાં આવ્યો તે પણ ગહન તપાસનો વિષય બની રહ્યો છે હાલ સમગ્ર શહેરમાં મૃતદેહ ખરેખર મંજૂરીથી આવ્યો હતો કે કોઈ કૌભાંડ કરાવવામાં આવ્યું હતું તેવી ચર્ચાએ જન્મ લીધો છે

error: Content is protected !!