Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા:”કોરોના પોઝીટીવ” કેસના પગલે “નેલસુર” ગામના ત્રણ ફળિયાને “કંટેઇન્મેન્ટ ઝોન” તરીકે જાહેર કરાયાં

ગરબાડા:”કોરોના પોઝીટીવ” કેસના પગલે “નેલસુર” ગામના ત્રણ ફળિયાને “કંટેઇન્મેન્ટ ઝોન” તરીકે જાહેર કરાયાં
જીગ્નેશ બારીયા @ દાહોદ,વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા/દાહોદ તા.૦૮

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નેલસુર ગામે કેટલાક દિવસો પુર્વે એક ૨૦ વર્ષીય યુવતીને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાની ખબરો સાથે ગરબાડા સહિત નેલસુર ગામમાં આરોગ્ય તંત્ર સચેત બની છે. અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. આવા સમયે નેલસુર ગામના ત્રણ ફળિયા કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરી અવર જવર પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

ગરબાડા તાલુકાના નેલસુર ગામ ના ત્રણ ફળિયા કન્ટેમેન્ટ જાહેર કરાયા છે જેમાં ઉંબેરી માળ ફળિયું,કાંચલા ફળિયું ,તળાવ ફળિયું ના વિસ્તારનાં તમામ પ્રકારની અવર – જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ તમામ વિસ્તારોને સેનેટરીગ કરવામાં આવ્યું છે. દેશી ભાઈ સરપંચ રૂપસિંગ બાબુ પરમાર તથા તલાટી પ્રશાંત દ્વારા ૩૫૦ જેટલા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું છે  આ વિસ્તારના રહેવાસીઓને રાશન તથા અન્ય . જીવન જરૂરીયાતની આવશયક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમ ડીલીવરીથી તેમના ઘરે પૂરું પાડવામાં આવશે .અને ઉકત વિસ્તાર માટે નીચે મુજબની અમલવારી કરવાની રહેશે .  વિસ્તારના એન્ટ્રી અને એકઝીટ પોઈન્ટ પર થર્મલ સ્ક્રીનીંગ કરવાનું રહેશે. આ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માં આવ્યો . તેમજ ( તબીબી સેવાઓ અને કાયદો અને વ્યવસ્થા સંબધિત ફરજો સહિત ) અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવન – જાવનની પ્રવૃત્તિઓ ન થાય તે મુજબ નિયત્રણ કરવામાં આવશે જરૂરી બેરીકેટીંગ કરવા માં આવ્યું છે.

error: Content is protected !!