Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ: ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત:પાંચ પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

દાહોદ: ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત:પાંચ પોલીસ કર્મીઓ ઈજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે પોલીસવાનને અકસ્માત નડ્યો:પાંચ પોલીસ કર્મચારીઓને ઈજા

દાહોદ તા.૦૮

દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે ગત રોજ રાત્રીના સમયે પેટ્રોલિંગ કરી રહેલા પોલીસની વાન ને એક આઈસર ચાલકે આ પોલીસવાનને અડફેટમાં લેતા જોશભેર ટકકર મારી હતી આ માર્ગ અકસ્માતમાં પાંચ જેટલા પોલીસ કર્મીઓને ઇજા પહોંચતા તેઓને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. ગતરોજ મોડી રાત્રીના સમયે કેટલાક પોલીસ કર્મીઓ કોરોનાવાયરસ ની મહામારી અને લોકડાઉન વચ્ચે દાહોદ તાલુકામાં ફરજ બજાવી રહ્યા હતા. પોલીસ કર્મચારીની વાન દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે પેટ્રોલીંગ કરી રહી હતી તે સમયે એક આઈસર ગાડીના ચાલકે પોતાના કબજાની આઈસર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી આગળ જતી પોલીસવાનને પાછળથી અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. પોલીસ વાનમાં સવાર પાંચ જેટલા પોલીસ જવાનો જેમાં એક એસ.આર.પી. જવાન, બે જી.આર.ડી.જવાન, એક પોલીસ કોન્સ્ટેબલ તેમજ પોલીસ જીપના ચાલક મળી કુલ પાંચ કર્મીઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ ૧૦૮ ઈમરજન્સી એમબ્યુલંશ સેવાને કરાતાં આ સેવા તાબડતોડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઈજાગ્રસ્ત આ પોલીસ કર્મચારીઓને લઈ દાહોદની ઝાયડસ હોÂસ્પટલ ખાતે રવાના થઈ હતી. આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે આઈસર ગાડીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યાનું પણ જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!