Wednesday, 11/12/2024
Dark Mode

સંતરામપુર નગરમાં આરોગ્ય વિભાગની 22 ટીમોએ ડોર ટુ ડોર ફરી પોરાનાશક કામગીરી કરી

સંતરામપુર નગરમાં આરોગ્ય વિભાગની 22 ટીમોએ ડોર ટુ ડોર ફરી પોરાનાશક કામગીરી કરી

ઇલ્યાસ શેખ@ સંતરામપુર

સંતરામપુર તા.07

અર્બન સંતરામપુર વિસ્તારમાં તાલુકા આરોગ્ય સંતરામપુર ના કર્મચારીઓ અને નગરપાલિકા સંતરામપુર ના કર્મચારીઓ અને જિલ્લા મલેરિયા અધિકારી ડો સી આર પટેલિયા ની હાજરી માં અર્બન સંતરામપુર માં અલગ અલગ 22 જેટલી ટીમો બનાવી ને ઘરે ઘરે સર્વલન્સ કરી અર્બન  વસ્તી ને કવર કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી અને લોકોમાં મલેરિયા,ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિશે માહિતી આપી જનજાગૃતિ લાવવામાં આવી. જેમાં અર્બન સંતરામપુર વિસ્તારમાં આવેલ મંગલમુર્તિ હોટલ નું બિલ્ડીંગ, ST ડેપો સંતરામપુર, લક્ષ્મી હોટલ ,ભાવનગરી હોટલ તેમજ તેના બિલ્ડીંગો માં મચ્છર ઉત્પત્તિ સ્થાનો મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો.. સંતરામપુરના તમામ દુકાનદારોને રેસ્ટોરન્ટ હોટલ તમોને સુચના આપવામાં આવેલી કે હવે પછી શોધતા અને ઢાંકેલો ચોખ્ખું પાણી તથા ગંદકી જોવા છે કે ફરી પુરા જોવા છે જિલ્લા આરોગ્ય અધિકારીએ દ્વારા નોટિસ આપવામાં આવશે અને દંડ ફટકારવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી સૂચના પણ આપવામાં આવેલી હતી સંતરામપુર નગરમાં દરેક વિસ્તારોમાં ફરીને ઘર આંગણે સ્વચ્છતા અને પાણી ચોખ્ખું રાખવાની સૂચના પણ આપી હતી.

error: Content is protected !!