Wednesday, 11/12/2024
Dark Mode

આ તો કેવી સંવેદનશીલ સરકાર?લોકડાઉનના કપરા કાળમાં એક પરિવાર અમદાવાદથી રાજસ્થાનના આનંદપુરી પહોંચશે

આ તો કેવી સંવેદનશીલ સરકાર?લોકડાઉનના કપરા કાળમાં એક પરિવાર અમદાવાદથી રાજસ્થાનના આનંદપુરી પહોંચશે

ઇલ્યાસ શેખ @ સંતરામપુર 

મજબૂરી કે મજબુર થયા અમદાવાદથી શ્રમિક પરિવાર સાયકલ ચલાવીને અઢીસો કિલોમીટર અંતર કાપી આનંદપુરી પહોંચશે

સંતરામપુર તા.05

વિશ્વભર  સહીત ભારતમાં  કોરોના વાયરસની  મહામારી ચાલી રહી છે જેના લીધે કેન્દ્ર સરકારે અચાનક લોકડાઉન  જાહેર કરતા ગુજરાતભરમાં લેબર કામ કરતા શ્રમિકો વતન આવવા માટે વલખા મારી રહ્યાછે.લોકડાઉનના કપરાકાળમાં  શ્રમિકો વેદના અને મુશ્કેલી વેઠી રહ્યા છે.લોકડાઉનના સમયમાં ઘણા શ્રમિકો પોતાના પરિવારને જોડે રહીને શરૂઆતથી 200 કે 300 કિલોમીટર અંતર કાપીને પોતાના વતન પરત આવેલા છે.કેટલાક લોકોને ભાડા માટે ખરચી પણ ના હોવાથી પણ મજબૂરીમાં અમદાવાદ બરોડા સુરત અંકલેશ્વર દરેક શહેરોમાંથી ચાલીને આવ્યા છે પરંતુ મધ્યમ અને શ્રમિકો માટે ઘર સુધી પહોંચવા માટે સરકારે કઈ પણ દયાભાવના કે સુવિધા પૂરી પાડી જ નથી ગુજરાત ભરમાંથી મુખ્યમંત્રીના રાહતકોશમાં  કોરોનાવાયરસ લઈને  ગુજરાતવાસીઓ ભરપૂર દાન આપે છે.જયારે રાજ્ય સરકારને ગરીબ તેમજ શ્રમિકોની વેદના દેખાતી નથી. લોકડાઉનમાં રાજ્ય સરકારે પહેલા તો શ્રમિકોને પોતાના વતનમાં જવા માટેની પરમિશન આપી દીધી છે.પરંતુ શ્રમીકોને વતન સુધી પહોંચાડવા માટે સુવિધા કેમ વ્યવસ્થા કરવામાં આવેલ નથી આજે એક પરિવાર પોતાના બે બાળકોનાં નાના એક મહિલા તેમનો પરિવાર ત્રણ સાયકલ પર અઢીસો કિલોમીટર અંતર કાપીને રાજસ્થાનનો આનંદપુરી પહોંચશે આ પરિવારની એટલી ભારે વેદના છે કે ખિસ્સામાં ખર્ચા પણ ન હોવાથી સાયકલ ઉપર મહિલા જાતે ચલાવવી જાતે તેમના ઘરેથી પાછળથી નાની બાળકીને બેસાડીને ચાર દિવસથી ધીરે ધીરે અંતર કાપીને સંતરામપુર સુધી પહોંચ્યા અમે થાક લાગે તો વિરમ માટે દરેક શહેરોમાં અલગ-અલગ બસ સ્ટેશન પર બે થી ત્રણ કલાક વિરામ  કરીને ફરી સાયકલ દ્વારા અંતર કાપવાનું ચાલુ કરતા હોય છે સૌથી વધારે લોકડાઉનમાં શ્રમિકોનો ભોગ બન્યા છે આપને તંત્રને સરકારે એમના પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.

અત્રે ઉલ્લેખનીય છે રાજ્યની સંવેદનશીલ સરકાર પાસે શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે પૂરતાં સંસાધનો છે પરંતુ શ્રમિકોને વતન સુધી પહોંચાડવાની ઇચ્છાશક્તિના અભાવે સરકારે લોકડાઉન ના કપરા કાળમાં નિસહાય શ્રમીકોને રસ્તે રઝળતી છોડી દીધું છે. દેશ સહિત દુનિયામાં ગુજરાત મોડલ વખાણાય છે પરંતુ દરેક સિક્કાની બીજી બાજુ હોય છે તેમ ગુજરાત મોડેલનું આ બીજું પાસું પણ આવું ભયાનક હશે તે કદાચ શ્રમિકોએ સ્વપ્નમાં વિચાર્યું નહોતું.ત્યારે હજી પણ કશું વહી ગયું નથી. રાજ્ય સરકાર જો પોતાના સંસાધનોનો ઉપયોગ કરી જે તે રાજ્યના શ્રમિકોને સ્પેશ્યલ કેસમાં જે તે શહેરની બસ માં જે તે જિલ્લાના શ્રમિકોને બેસાડી આગળ બસ પર ગુજરાત સરકારનો સ્ટીકર લગાવી મોકલાવે તો શ્રમિક તેના વતન સુધી વિનાવિઘ્ને પહોંચી જાય તેમાં કોઈ બે મત નથી.ત્યારે પોતાને ગરીબોની બેલી ગણાતી રાજ્ય સરકાર આ શ્રમિકોના હિતમાં પોતે સંવેદનશીલ બની આ નીસહાય બેસહારા શ્રમિકોની તારણહાર બનશે કે કેમ?તે આવનારો સમય જ બતાવશે

error: Content is protected !!