Thursday, 21/11/2024
Dark Mode

ફતેપુરાના હડમત ગામે ટવેરા -ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત:ત્રણ લોકો ઈજાગ્રસ્ત

ફતેપુરાના હડમત ગામે ટવેરા -ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ત્રણના મોત:ત્રણ લોકો ઈજાગ્રસ્ત

હિતેશ કલાલ @ સુખસર 

ફતેપુરા તાલુકાના હડમત ગામે ટવેરા -ટ્રેક્ટર વચ્ચે અકસ્માત માં ત્રણના મોત:ત્રણને ગંભીર ઈજાઓ ,રોડની સાઈડમાં ઉભેલ ટ્રેક્ટરને ટવેરા ચાલકે ધડાકાભેર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો,ગંભીર ઇજાગ્રસ્તો પૈકી પિતા-પુત્રી સહિત ટ્રેક્ટર ચાલક સારવાર હેઠળ.

સુખસર,તા.04

 ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા હડમત ગામે ગતરોજ સાડા નવ વાગ્યાના અરસામાં ટવેરા-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ્યારે એક બાળકનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નિપજવા પામ્યું હોવાનું જાણવા મળે છે.જ્યારે ગંભીર ઇજાગ્રસ્તો પૈકી પિતા-પુત્રી સહીત ટ્રેક્ટર સાથે આવેલ વ્યક્તિ હાલ સારવાર હેઠળ છે.અને તેઓ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

   ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામના નિશાળ ફળિયા ખાતે રહેતા દિનેશભાઈ ધીરાભાઈ મછાર ઉ.વ.આ. ૪૫ નાઓ તલાટી કમ-મંત્રી તરીકે ફતેપુરા તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે.જેઓ ગતરોજ કોઈ કામ અર્થે ઝાબપૂર્વથી ટાવેરા ગાડી  માં પુત્ર પ્રિન્સ અને પુત્રી નિરાલી તથા ભત્રીજો અર્જુનભાઈ મછાર નાઓ સાંજના  સાડા નવ વાગ્યાના અરસામાં  હડમત તરફ જઈ રહ્યા હતા.તેવા સમયે ટવેરા ગાડીના ચાલક સુરેશભાઈ રમસુભાઈ મછારે પોતાના કબજાની ટવેરા ગાડીને  પૂરપાટ અને  ગફલત ભરી રીતે  હંકારી જતા હડમત ગામે રસ્તાની સાઈડમાં ડાબી બાજુ ઉભેલા ટ્રેક્ટરના પાછળના ભાગે ધડાકાભેર અથડાવી  અકસ્માત સર્જી ટવેરા ચાલક સુરેશભાઈ મછાર નાઓ ટવેરા છોડી ભાગી છૂટવા પામ્યો હતો.

 અકસ્માતમાં ત્રણ લોકોના મોત થવા પામ્યા છે.તેમાં ટવેરા સવાર અર્જુનભાઈ ગવજીભાઇ મછાર ઉ.વ.૨૦ ઝાબપૂર્વ નિશાળ ફળિયા તથા ઉભેલા ટેકટરની સાઈડ માં ઉભેલા વિનોદભાઈ ખાતરાભાઈ કટારા ઉંમર ૨૨ વર્ષ રહે.મોટીરેલ પૂર્વ નાઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે ટવેરા સવાર પ્રિન્સ દિનેશભાઈ મછાર ઉંમર ૯ વર્ષનું વડોદરા ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે.

  જ્યારે ટવેરા સવાર દિનેશભાઈ ધીરાભાઈ મછાર ઉંમર આશરે ૪૫ વર્ષ જ્યારે તેમની પુત્રી નિરાલી બેન દિનેશ ભાઈ મછાર ઉ.વ.૧૨ બંને રહેવાસી ઝાબપૂર્વ નિશાળ ફળિયા તથા ટ્રેક્ટર પાસે ઉભેલા મોટીરેલ પૂર્વ ગામના વેચાતભાઇ શામજીભાઈ કટારા ઉમર ૨૫ વર્ષનાઓને ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી.અને તેઓ હાલ સારવાર હેઠળ હોવાનું અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે. આ બાબતે ગવજીભાઈ મછારે સુખસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ટવેરા ચાલક સુરેશ રમસુભાઈ મછારની સામે  ગાડી ને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જી ઈજાઓ પહોંચાડવા તથા મોત નીપજાવવા સંબંધે કાયદેસરનો ગુનો દાખલ કરી મૃતક અર્જુનભાઈ મછાર તથા વિનોદભાઈ કટારા તમે એક બાળક સહિત ત્રણની લાશને સુખસર સરકારી દવાખાનામાં મોકલી પી.એમ બાદ લાશનો કબજો તેમનાં વાલીવારસોને સોંપી આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

error: Content is protected !!