Thursday, 20/01/2022
Dark Mode

દાહોદનો કુરેશી પરિવારનો વધુ એક યુવાન કોરોના પોઝીટીવ:નિમચથી દાહોદ પહોંચેલા કુરેશી પરિવાર શું સત્ય છુપાવે છે? મેડિકલ ગ્રાઉન્ડ પર દાહોદ આવેલા કુરેશી પરિવારના સભ્યોના નામ મધ્યપ્રદેશથી આવતા શ્રમજીવીઓની યાદીમાં કેવી રીતે આવ્યા?

દાહોદનો કુરેશી પરિવારનો વધુ એક યુવાન કોરોના પોઝીટીવ:નિમચથી દાહોદ પહોંચેલા કુરેશી પરિવાર શું સત્ય છુપાવે છે? મેડિકલ ગ્રાઉન્ડ પર દાહોદ આવેલા કુરેશી પરિવારના સભ્યોના નામ મધ્યપ્રદેશથી આવતા શ્રમજીવીઓની યાદીમાં કેવી રીતે આવ્યા?

રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદનો કુરેશી પરિવારનો વધુ એક યુવાન કોરોના પોઝીટીવ:નિમચથી દાહોદ પહોંચેલા કુરેશી પરિવાર શું સત્ય છુપાવે છે? મેડિકલ ગ્રાઉન્ડ પર દાહોદ આવેલા કુરેશી પરિવારના સભ્યોના નામ મધ્યપ્રદેશથી આવતા શ્રમજીવીઓની યાદીમાં કેવી રીતે આવ્યા?જો દાહોદનું વહીવટીતંત્ર વહેલી તકે નહીં જાગે અને કુરેશી પરિવારની નીમચ થી દાહોદ સુધીની યાત્રાનું પગેરૂ નહિ મેળવે તો દાહોદમાં કોરોના વિસ્ફોટ પણ થઈ શકે છે પોલિસે પરિવારના સભ્યોના મોબાઈલ કોલ ડિટેઇલ મેળવી ખરાઈ આવશ્યક, નયા ગામથી ઝાબુઆ આવેલા બસના કંડકટરને કોરોના પોઝીટીવ આવતા મધ્ય પ્રદેશ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બસમાં મુસાફરી કરી રહેલા શ્રમિકોની વેરિફિકેશન કામગીરી દરમિયાન સમગ્ર ભાંડો ફૂટ્યો, દાહોદરૂપી શાંત જળમાં આ કુરેશી પરિવારે મસમોટા કોરોનારૂપી પથરા ફેંકી ભારે વમણો ઉત્પન્ન કર્યા 

દાહોદ તા.04

દાહોદ ખાતે કોરોના પોઝીટીવ આવેલા સરફરાજ જફર કુરેશી અને આજરોજ તેનો ભાઈ વસીમ જફર કુરેશી પણ પોઝીટીવ થવા પામ્યો છે ત્યારે આ સમગ્ર પરિવાર ખરેખર દાહોદમાં કેવી રીતે પહોંચ્યા તે એકદમ ગહન તપાસનો વિષય બનવા પામ્યો છે. જો દાહોદનું વહીવટી તંત્ર નીમચથી આવેલા આ પરિવાર સંબંધે સક્રિયતા ધારણ નહીં કરે તો આવનારા દિવસો દાહોદ માટે ખુબ જ કપરા બની રહેવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. મેડીકલ ઈમરજન્સીના ગ્રાઉન્ડમાં દાહોદ પહોંચ્યા હોવાનું રટણ કરતાં વહીવટી તંત્ર માટે લાલબત્તી સમાન કહીકતો બહાર આવવા પામી છે. મધ્ય પ્રદેશના આધારભુત સુત્રોની મળતી માહિતી પ્રમાણે આ સમગ્ર પરિવારે શ્રમજીવી હોવાનુ ડોળ કરી પોતે ઝાબુઆના જ રહેવાસી હોવાનુ જણાવી મધ્યપ્રદેશ સરકારની જ બસમાં મુસાફરી કરી દાહોદ મધ્યપ્રદેશની બોર્ડર સુધી યેનકેન પ્રકારે પહોંચ્યા હોવાનું બહાર આવવા પામ્યું છે ત્યારે દાહોદ જિલ્લાની બોર્ડરો સીલ કરવાની વાત અથવા તો બોર્ડર ઉપર ઘનિષ્ઠ ચેકીંગ કરાતી હોવાની વાત કેટલી ગંભીર છે તે વાતની ગવાહી પુરે છે. દાહોદ શહેરમાં હાહાકાર મચાવી દેતા અને કોરોના સંક્રમીતમાં પોઝીટીવ આવનાર આ કુરેશી પરિવાર રાજસ્થાન – મધ્યપ્રદેશની બોર્ડર પરથી નયાગાવ ખાતે આવેલ ઈન્ટગ્રેટેર ચેકપોસ્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાંથી મધ્યપ્રદેશના શ્રમજીવીઓ કે જેઓ રાજસ્થાનથી આ ચેકપોસ્ટ પર આવ્યા હતા તેઓને પોતાના માદરે વતન મધ્યપ્રદેશની સરકાર જ મધ્યપ્રદેશની બસો દ્વારા લાવવાનું કાર્ય કરતી હતી. તે સમયે તકનો લાભ લઈ આ કુરેશી પરિવારે પોતે ઝાબુઆના હોઈ અને શ્રમીજીઓ હોવાનું જણાવી પોતાનુ નામ નોંધાવી મધ્યપ્રદેશની બસ જેમાં ૪૫ જેટલા શ્રમજીવીઓને લઈને આ બસ નંબર એમ.પી.૧૧ પી.૭૭૯૯ નીકળી હતી. તે જ બસમાં આ સમગ્ર પરિવાર પણ મુસાફર તરીકે ઝાબુઆ સુધી પહોંચવા નીકળ્યો હતો પરંતુ ઝાબુઆ ગામે પહોંચતા પહેલા જ ફુલમાલ ક્રોસીંગ નજીક આ સમગ્ર પરિવાર બસમાંથી નીચે ઉતરી ગયો હતો. જો આ સમયે મધ્યપ્રદેશ સરકારે તેઓના આધાર કાર્ડ ચેક કર્યા હોત તો ત્યાજ તેઓ ઝડપાઈ જવા પામત પરંતુ આ સમગ્ર કિસ્સો ત્યારે બહાર આવ્યો કે જ્યારે મધ્યપ્રદેશના આ બસના કંન્ડક્ટર કોરોના પોઝીટીવ આવતા આ બસમાં મુસાફરી કરતા તમામ મુસાફરો અને શ્રમજીવીઓની શોધખોળ મધ્યપ્રદેશના આરોગ્ય તંત્રએ શરૂ કરી હતી. હાલ જા કે, કુરેશી પરિવાર સિવાયના તમામ લોકો ત્યા કોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે પરંતુ મધ્યપ્રદેશ તંત્ર પણ આ ઝાબુઆના શ્રમીકો ક્યા ગયા તેની તપાસમાં જોતરાયા હતા ત્યારે આ પરિવાર અધવચ્ચે જ ઉતરીને દાહોદ તરફ ગયા હોવાનું બાતમી મળતા મધ્યપ્રદેશ તંત્ર ચોંકી ઉઠ્યું હતુ. આમ, આ પરિવાર ગુજરાતમાં કેવી રીતે પ્રવેશ્યું તે હવે તપાસનો વિષય થઈ પડ્યો છે. હાલ તો આ પરિવાર જા સીધે સીધુ દાહોદ પ્રવેશ્યુ હોય તો બે – ત્રણ દિવસ ખુલ્લેઆમ ફર્યુ હોય અને કોને કોને મળ્યુ છે તે જાણવું ખુબજ મહત્વનું થઈ પડે છે. આ કુરેશી પરિવાર પાસે જો  દાહોદ પહોંચવાની સત્તાવાર મંજુરી ન હોય તો તેઓ દાહોદ સુધી કંઈ રીતે પહોંચ્યા, કોના દ્વારા પહોંચ્યા તે તપાસ કરી તમામ જવાબદારો સામે પગલાં લેવાની માંગણી ઉઠવા પામી છે. જીલ્લાની સરહદોની પોલમપોલ ખોલતા તથા યેનકેન પ્રકારે માદરે વતન પહોંચવાની ઘેલછામાં રાચતા લોકો પોતાના વિસ્તારને એટલુ મોટુ નુકસાન કરી જશે તે પણ વિચાર કરતાં નથી. દાહોદના આ કુરેશી પરિવાર કોરોના બોમ્બ પુરવાર થશે કે કેમ? એ તો આવનાર સમય જ કહેશે ત્યારે તેઓ સામે પણ ત્યારે તેઓ સામે પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરાશે ખરી? એક વાયકા મુજબ આ પરિવાર પોતાના નીજી વાહન મારફતે ઝાબુઆથી આવ્યો હોવાનું કહેવાય રહ્યો છે. તો એ નીજી વાહન કયું ? એ નીજી વાહનને મંજુરી હતી ખરી? જો મંજુરી નહોતી તો એ વાહન દાહોદથી ગયું કેવી રીતે અને પરત દાહોદ આવ્યું કેવી રીતે ? અથવા તો ઝાબુઆથી આવ્યું હોય તો ઝાબુઆનું એ વાહન કયું?  તે પણ હવે પ્રશાશન માટે બની ગયો છે.દાહોદ ખાતે બે દિસવમાં બે કોરોના પોઝીટીવ આવેલા આ કુરેશી પરિવારના સદસ્યો શુ ખરેખર કોરેન્ટાઈન હતા અને જા ના હોય તો તેઓ કોને કોને મળ્યા, ક્યા ક્યા ફર્યા તે પ્રશાશન માટે જાણવું ખુબ જ જરૂરી બન્યું છે. જા કે હાલ તો હરકતમાં આવેલ પ્રશાશને આ કુરેશી પરિવાર જે વિસ્તારમાં રહે છે તે જુના વણકરવાસને કન્ટેઈનમેન્ટ વિસ્તાર તરીકે તથા સમગ્ર કસ્બા વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરીને તકેદારીના પગલા લેવાનું શરૂ કર્યું છે અને આ પરિવારના તમામ સદસ્યોને ગર્વેમેન્ટ કોરેન્ટાઈનમાં મુકી દેવામાં આવ્યા છે તથા તમામના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હોવાનું જાણવામાં આવ્યું છે. પોતાને શ્રમજીવી હોવાનું કહેનાર પરિવાર મધ્યપ્રદેશની જે બસમાં આવ્યા હતા તે બસનું લીસ્ટ અને તે બસ નંબર તેમજ કંડક્ટરના નામ સાથેનો બોલતો પુરાવો અત્રે સામેલ છે. ત્યારે ભલેને હાલ મધ્યપ્રદેશ સરકાર આ સમગ્ર બાબતને ગુજરાત પર ઢોળી રહી હોય અને ગુજરાત સરકારનું આ વહીવટી સરકાર સાચી વાત છુપાવી રહી હોય. કારણ ગમે તે હોય પણ હાલ સુધી દાહોદરૂપી શાંત જળમાં આ કુરેશી પરિવારે મસમોટા કોરોનારૂપી પથરા ફેંકી ભારે વમણો ઉત્પન્ન કર્યા છે. આ વમણો કોરોના મુક્ત થવાની કાગર પર ઉભેલ દાહોદને કેટલા અંશે દુષીત કરશે તે આવનાર સમય જ કહેશે

કુરેશી પરિવારના નામની યાદી

(૧) સરફરાજ કુરેશી(૨) રેશમા કુરેશી(૩) ફૈયાજ કુરેશી(૪) અક્શા કુરેશી(૫) મહોમ્મદ વસીમ કુરેશી(૬) નાઝીયા વસીમ કુરેશી(૭) ઉજનીશીયા કુરેશી(૮) સજાનીજ કુરેશી(૯) મહોમ્મદ દાઈમ કુરેશી(૧૦) કનીઝ ફાતમા કુરેશી(૧૧) નીગર ફાતેમા કુરેશી(૧૨) ઈન્સીયા અખ્તર કુરેશી(૧૩) સીફા અખ્તર કુરેશી(૧૪) સાઈન અખ્તર કુરેશી

——————-

error: Content is protected !!