Friday, 24/01/2025
Dark Mode

ધાનપુર લુખડીયાના જંગલમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

ધાનપુર લુખડીયાના જંગલમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર:પોલિસ તપાસમાં જોતરાઈ

મઝહર અલી મકરાણી @ દે.બારીયા

ઘાનપુર તાલુકા ના લુખ્ખડીયા ગામ ના જંગલ માથી અજાણી મહીલા ની લાસ મળી આવતા પંથકમાં ચકચાર, અજાણી મહિલાની લાશ ક્યાંથી આવી અને કોની જેવા અનેક શંકા કુશંકાઓ મરણ જનાર મહિલા ની હત્યા કે પછી આત્મહત્યા જેવા અનેક રહસ્યના વમળો,  સ્થાનિક ગામના સરપંચ પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઇ, પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ અર્થ વડોદરા મોકલવાની તજવીજ હાથ ધરાઈ.

ધાનપુર તા.03

ધાનપુર તાલુકાના લુખડીયા ગામના જંગલમાં એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
ધાનપુર તાલુકાના લુખડીયા ગામના જંગલમાં આજરોજ ગામના ગ્રામજનો જંગલ તરફ ગયા હતા ત્યારે કંઈક દુર્ગંધ આવતા તે તરફ જંગલમાં જોતા ત્યાં એક મહિલાની લાશ પડી હોવાનું જણાવેલ છે જેથી ગ્રામજનો દ્વારા ગામના સરપંચ ને આ બાબતે જાણ કરતા સરપંચ સહિત અન્ય ગ્રામજનો જંગલમાં દોડી આવેલ અને અજાણી મહિલાની લાશ પડી હતી તે જોઈ ગામના સરપંચે આ બનાવ અંગે ધાનપુર પોલીસને જાણ કરતા ધાનપુર પોલીસ લુખડીયા ગામના જંગલમાં પહોંચી ગઈ હતી જ્યાં મહિલાની લાશ જોતા મહિલાની લાશ ત્રણથી ચાર દિવસ અગાઉ ની પડી હોવાનું લાશ જોતાં જણાય આવેલ જેથી લાશને પીએમ અર્થે ધાનપુર પી એચ સી માં મોકલી આપી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે હાલમાં આ લાશનું પીએમ થયા પછી સાચી હકીકત જાણવા મળશે કે આ મહિલાએ આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરી તેની લાશને ફેંકી દેવામાં આવી છે ત્યારે હાલમાં આ વિસ્તારમાં આ લાશ કોની હશે અને મહિલા ક્યાં ની હશે તેવા અનેક સવાલ સાથે પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે અને હાલ માં આ બનાવ ને લઇ પંથકમાં ચકચાર મચી જવા પામેલ છે ત્યારે આ મહિલા ક્યાની હસે અને તેની સાથે સુ બનાવ બનવા પામ્યો હસે તેવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે જેથી પોલીસ પણ આ લાશ નું પી એમ થયા પછી સાચી હકીકત બહાર આવે તેમ છે ત્યારે પોલીસ સાચી દિશા માં તપાસ કરશે ખરી તે જોવાનું રહ્યું ..

મૃતક મહિલાની લાશનો કબ્જો લઈ પીએમ અર્થેેલઈ પીએમ અર્થે વડોદરા ખાતેે મોકલવાનીલઈ પીએમ અર્થે વડોદરા ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાઈ : ઇન્ચાર્જ પીએસઆઇ આર.વી.મકવાણા

ધાનપુરના લુકખડીયાના  જંગલમાં એક અજાણી મહિલાની લાશ મળી આવી છે તે બાબતે અમોને જાણ થતાં અમારી ટીમે ઘટના સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરતા તે મહિલાનું મૃત્યુ ચારેક દિવસ પહેલા થયું હોય તેમ પ્રથમ દર્શનીય રીતે લાગી રહ્યું છે.ત્યારે અમોએ આ મૃતક મહિલાની બોડી ડીકમ્પોઝ થઇ રહી હોવાથી મહિલાનું મોત કેવી રીતે થયું છે તે હાલ જાણી શકાયું નથી પરંતુ પોલીસે લાશનો કબજો મેળવી પીએમ વડોદરા અર્થે  કરવાનું હોય મહિલાની લાશને હાલ કોલ્ડ રૂમ ખાતે મૂકી દીધી છે ક્યારે મહિલાનું મોત કેવી રીતે અને ક્યારે થયું તે પીએમ રિપોર્ટ બાદ જ માલુમ પડશે. અને આ મહિલાના વાલીવારસોની શોધખોળ હાથ ધરી છે.

error: Content is protected !!