
હિતેશ કલાલ @ સુખસર
ઝાલોદ ના ઘોડિયા ગામે બીજીવાર પ્રાથમિક શાળા નજીક ફરતો લાંબો અજગર ઝડપાયો, શાળામાં વિશ્વ વન્ય જીવ દિવસ ની ઉજવણી કરાઈ
સુખસર.તા.03
ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે રોજહેર ફળિયામાં પ્રાથમિક શાળા નજીક બીજીવાર લાંબો અજગર ફરતો હોવાનું જાણવા મળ્યું હતું અને વનવિભાગ ને જાણ કરાતા પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્ય તથા વન કર્મચારી દ્વારા અજગરને ઝડપી પાડયો હતો અને દાંતિયા જંગલ વિસ્તારમાં છોડી મૂકવામાં આવ્યો હતો. 3 માર્ચે વન્ય જીવ દિવસ હોવાથી શાળામાં વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી
ઝાલોદ તાલુકાના ઘોડિયા ગામે રોજહેર ફળિયા પ્રાથમિક શાળા નજીક મંગળવાર ના રોજ બીજીવાર લાંબો અજગર ફરતો હોવાનું ખેડૂતોને નજરે પડતાં બૂમાબૂમ મચી હતી જેમાં ગ્રામજનો પણ દોડી આવ્યા હતા અને વનવિભાગને જાણ કરી હતી તેમજ પ્રાણી ક્રૂરતા નિવારણ સમિતિના સભ્ય અશ્વિનભાઈ પટેલ, તથા વન કર્મચારી રેણુકાબેન માલીવાડ ને જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર જઇ અજગરને ઝડપી પાડયો હતો અને ગ્રામજનો, ના સહયોગથી અજગરને પકડી દાતિયા જંગલ વિસ્તારમાં સલામત છોડી મૂકવામાં આવ્યો હતો તેમજ 3 માર્ચે વિશ્વ વન્યજીવ દિવસ હોવાથી શાળામાં વન કર્મચારી દ્વારા દ્વારા વિદ્યાર્થીઓને વન્ય જીવો વિશે માહિતી આપવામાં આવી હતી.