Sunday, 13/07/2025
Dark Mode

દાહોદમાં શીતળા સાતમે મંદિર બંધ હોવા છતાં મધરાત્રે પૂજા-અર્ચના માટે ભીડ જામી:મહિલાઓ સહીત શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઈ

દાહોદમાં શીતળા સાતમે મંદિર બંધ હોવા છતાં મધરાત્રે પૂજા-અર્ચના માટે ભીડ જામી:મહિલાઓ સહીત શ્રદ્ધાળુઓમાં રોષની લાગણી ફેલાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • ચુંટણી ટાણે જાહેર સભાઓ, વિજયી સરઘસો, ઉન્માદ ઉપર તાળા મારતાં તો યોગ્ય રહેતું
  • હાલ બજારોમાં જામતી ભીડભાડને અંકુશમાં લાવો તો યોગ્ય રહેશે
  • શું કોરોના માત્ર મંદિરોમાંજ ફેલાઈ શકે? જેવા અનેક પ્રશ્નોશીતળા સાતમના દિવસે શ્રધ્ધાળુઓમાં ઉદ્‌ભવવા પામ્યા
  • દાહોદમાં શીતળા સાતમના દિવસે બે મંદિરો બંધ રહેતાં શ્રધ્ધાળુઓમાં અંદરો અંદર ભારે રોષ

દાહોદ તા.૦૩

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું તે સાચી વાત છે.પરંતુ આસ્થાના સ્વરૂપરૂપે મંદિરોમાં તાળા મારવા કેટલું યોગ્ય છે? તેવા અનેક પ્રશ્નો પ્રજામાનસના પટલમાં ઉદ્‌ભવી રહ્યાં છે. શહેરના શીતળા માતા મંદિર અને સુધાઈ માતાના મંદિરને પાંચ દિવસ બંધ રાખવાના નિર્ણય સાથે આજે સાતમના દિવસે શીતળા માતાની પુજા – અર્ચના કરતી મહિલાઓ મંદિરના દ્વાર બંધ જાેઈ મહિલાઓમાં અંદરો અંદર ભારે રોષ પણ જાેવા મળ્યો હતો. સમાજ અને મહિલાઓનો રોષ પણ યોગ્ય છે. જાે ખરેખર કોરોના મંદિરોમાં થતી ભીડથી, મંદિરે જવાથી અને મંદિરોમાંથી જ ફેલાતો હોય તો ચુંટણી ટાણે જાહેર સભાઓ, રેલીઓ, વિજયી સરઘસો અને હાલ લગ્નસરાની સીઝનમાં બજારોમાં જામતી ભીડભાડ પર અને અન્ય જાહેર સ્થળોને પણ તાળા મારવા જાેઈતા હતાં. માત્ર મંદિરોને જ કેમ તાળા મારવામાં આવ્યાં? જેવા અનેક સવાલો મહિલાઓમાં આજે ચર્ચાનો વિષય બન્યાં હતાં. સાતમના દિવસે આ મંદિરોમાં તાળા લટકતાં જાેઈ મહિલાઓ માતાજીની પુજા અર્ચનાથી વંચિત રહી હતી.માત્ર મંદિરની બહારથી જ શીતળા માતાજીની પુજા, અર્ચના કરી મહિલાઓ અંદરો અંદર રોષે ભભુકી પરત પોતપોતાના ઘરે રવાના થતી પણ જાેવા મળી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે, શું ખરેખર માત્ર મંદિરોને તાળા મારવાથી કોરોના જતો રહેશે? મંદિરોને તાળા મારી લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોણે આપ્યો? અને તેમાંય આ બંન્ને મંદિરોમાં રોજે રોજ ક્યાં દર્શાનાર્થીઓ આવતાં હોય છે જે માત્ર એક દિવસમાં કોરોના એટલો બધો ફેલાઈ જવાની બીકે પાંચ દિવસ સુધી મંદિરોને તાળા મારવા પડ્યાં ? જેવા અનેક સવાલો વિચાર માંગી લેતા છે. ખરેખર જ્યાં તાળા મારવા જાેઈએ ત્યાં મારવામાં નથી આવતાં અને હાલ તો રોજે રોજ બજારોમાં જ્યાં જુઆ ત્યાં ભીડભાડ, છડેચોક સોશીયડલ ડિસ્ટન્સના ધજાગરા જાેવા મળી રહ્યાં છે તો માત્ર કોરોનાની આડમાં મંદિરોને તાળા મારવાનો હેતું શું હશે?

બે દિવસ હિન્દુ ધર્મના તહેવાર એવા છઠ્ઠ અને સાતમ હતી. આ દિવસે પરિવારમાં મહિલાઓ છઠ્ઠની રાત્રીએ એક દિવસ પહેલાની જ જમવાની વ્યવસ્થા કરી બીજા દિવસે સાતમના તહેવારની ઉજવણી કરી હોય છે. આ સામના દિવસે આખો દિવસ ઠંડું ભોજન ખાવાનોજ આગ્રહ રખાતો હોય છે. આ સાતમના દિવસે મહિલાઓ ઉપવાસ સહિતની શ્રધ્ધાભેર શીતળા માતાના મંદિરે જઈ માતાજીની પુજા – અર્ચના કર્યા બાદ જ ઠંડુ ભોજન આરોગે છે.

દાહોદ જિલ્લામા સમગ્ર કોરોના કાળમા દર્દીઓ મામલે જિલ્લા મથક દાહોદ આજ દિન સુધી મોખરે રહ્યુ છે. હાલમાં પણ રોજેરોજ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. આ સ્થિતિને કારણે તહેવારોને અનુલક્ષીને શહેરના સ્ટેશન રોડ સ્થિત શીતળા માતાનું મંદિર અને પરેલમાં આવેલુ સુદઈ માતાનુ મંદિર તારીખ ૦૧થી ૦૫ એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. શીતળા માતાનુ મંદિર બંધ રખાયુ હોવા છતાં સાતમે રાતથી જ ભાવિકોની ભીડ જામી હતી.

બીજી તરફ ફાગણ વદ સાતમ જેને ઘણા લોકો શીતળા સાતમ તરીકે ઉજવે છે. આ દિવસે આગલા દિવસે બનાવેલુ ઠંડુ ભોજન જ આરોગવાનુ હોય છે. તે પહેલા શીતળા માતાની પૂજા કરવાની હોય છે તેમજ મહિલાઓ આ દિવસે સ્નાન પણ ઠંડા પાણીથી જ કરે છે. ત્યારે આજે સાતમ હોવાથી શીતળા માતાનુ મંદિર બંધ હોવા છતા રાતના ૧૨ વાગ્યાથી મહિલાઓની ભીડ જામવા લાગી હતી.

શ્રધ્ધાળુઓએ બંધ મંદિરના પટાંગણમા જ પૂજા અર્ચના કરી હતી. જેથી ઠેર ઠેર પૂજાનો સામાન વેર વિખેર થયેલો જાેવા મળ્યો હતો. આમ ભીડ ન થાય તેના માટે મંદિર બંધ રખાયુ હોવા છતા આસ્થાને તાળા કેવી રીતે મારવા? આમ ખરેખર શ્રધ્ધાના સરનામા નથી હોતા તે ફરી પુરવાર થયુ છે.

error: Content is protected !!