Friday, 29/03/2024
Dark Mode

ગરબાડા તાલુકાના દેવધા ગામે એક અસ્થિર મગજની મહિલાએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર: પોલીસ તપાસમાં જોતરાઇ

ગરબાડા તાલુકાના દેવધા ગામે એક અસ્થિર મગજની મહિલાએ કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર: પોલીસ તપાસમાં જોતરાઇ

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૦૩

ગરબાડા તાલુકાના દેવધા ગામે એક ૧૭ વર્ષિય અસ્થિર મગજની સગીરા પોતાના મામાને ઘરે દેવધા મુકામે ગઈ હતી જ્યાં અકસ્માતે આ સગીરા કુવામાં પડી જતાં કુવાના ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને આ બાબતની જાણ ગ્રામજનો સહિત પરિવારમાં થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મૃતક સગીરાના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી નજીકના દવાખાને પી.એમ.અર્થે રવાના કરી દેવાતાં સગીરાના મોતને પગલે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં રહેતા મહેશભાઈ રમણભાઈ મેડાની ૧૭ વર્ષીય સગીર યુવતી કાજલ બેન પોતાના મામાને ત્યાં ગરબાડા તાલુકાના દેવધા ગામે રહેવા ગઈ હતી. દેવધા ગામે ગત તા.૩૧મી માર્ચના રોજ ગામમાં આવેલ એક કુવામાં અકસ્માતે પડી જતાં કાજલબેન કુવાના ઉંડા પાણીમાં જાેતજાેતમાં ગરકાવ થઈ ગઈ હતી તેના મામા અને પરિવારજનો દ્વારા કાજલબેનની ભારે શોધખોળ આદર્યા બાદ પણ ન મળતાં અને આખરે માલુમ પડતાં કે, કાજલ કુવા તરફ ગઈ હતી ત્યા કુવા તરફ જાેતા કાજલબેનની લાશ નજરે પડી હતી અને આ મામલે નજીકની પોલીસને જાણ કરતાં પોલીસ પણ તાબડતોડ ઘટના સ્થળ પર રવાના થઈ હતી જ્યા તરવૈયાઓની મદદથી કાજલબેનને કુવામાંથી મૃત હાલતમાં બહાર કાઢતાં પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો અને કાજલબેનના મૃતદેહને નજીકના દવાખાને પી.એમ. અર્થે મોકલી દેવામાં આવ્યો હતો.

આ કાજલબેનના પિતા મહેશભાઈ રમણભાઈ મેડા દ્વારા આ સંદર્ભે ગરબાડા પોલીસ મથકે જાણવા જાેગ આપતાં અને જણાવ્યું હતું કે, કાજલબેન આઠ વર્ષની હતી ત્યારે તે અસ્થિર મગજની થઈ ગઈ હતી અને તે સમયે ક્યાંક જતી રહી હતી. આ મામલે જે તે સમયે મહેશભાઈ દ્વારા દાહોદ તાલુકા પોલીસ મથકે ગુમસુદાની જાણવા જાેગ નોંધ પણ આપી હતી ત્યાર બાદ ૬ માસ બાદ કાજલબેન વડોદરાના અનાથ આશ્રમમાં હોવાનું જાણવા મળતાં અનાથ આશ્રમના સત્તાધિશો દ્વારા મહેશભાઈ અને તેમના પરિવારજનોની હાજરીમાં કાજલબેનને સોંપી હતી અને ત્યાર બાદ તેઓ કાજલબેનને ઘરે લઈ આવ્યાં હતાં અને ત્યારથી કાજલબેન પરિવાર સાથે રહેતી હતી પરંતુ મામાને ત્યાં દેવધા મુકામે ગયા બાદ કુવામાં અકસ્માતે પડી જવાથી કાજલબેનનું મોત નીપજતાં પરિવારજનોમાં ગમગમીનો માહોલ છવાઈ ગયો હતો.

———————

error: Content is protected !!