Thursday, 26/12/2024
Dark Mode

દે.બારિયા નગરમાં વધતા જતા કોરોના કેસો:કોરોના પોઝિટિવ લોકો બેરોકટોક નગરમાં ફરતા હોવાની ચર્ચાઓ:કોરોના વધુ સ્પ્રેડ થાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ..

દે.બારિયા નગરમાં વધતા જતા કોરોના કેસો:કોરોના પોઝિટિવ લોકો બેરોકટોક નગરમાં ફરતા હોવાની ચર્ચાઓ:કોરોના વધુ સ્પ્રેડ થાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ..

રાહુલ મહેતા :- દે.બારીયા 

  • દે.બારિયા નગરમાં વધતા જતા કોરોના કેસ પોઝિટિવ લોકો બેરોકટોક નગરમાં ફરતા હોવાની બૂમ
  • કોરોનો વધુ સ્પ્રેડ થાય તે પહેલા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ.
  •   પંથકમાં વધતા જતા કોરોના પોઝેટીવ કેસોથી નગરજનોમાં ગભરાટ 
  • *ખાનગી રાહે દવા સારવાર કરાવતા અનેક નગરજનો
  •  સરકારના ગાઈડ લાઈનના કારણે અને પોઝિટિવ લોકો બજારમાં બેરોકટોક ફરતા હોવાની બૂમ.
  •  સ્થાનિક તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી પણ માંગ

દે. બારીયા તા.27

દે.બારિયા નગરમાં જાણે કોરોનાનો વિસ્ફોટ થયો હોય તેમ ઍક પછી એક એમ અનેક પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે આ કોરોના ના વધતા જતા સંક્રમણના કારણે નગરજનો ચિંતીત બન્યા છે.નગરમાં હાલમાં અનેક લોકોને કોરોના પોઝિટિવ આવતા ખાનગી દવાખાનામાં સારવાર કરાવી રહ્યા હોય અને સરકારની ગાઈડલાઈન મુજબ હાલમાં કોરોના પોઝિટિવ લોકોના નામ સરનામું જાહેર ન કરવાના કારણે તેમજ પોઝીટીવ ની કોઇપણ જાણકારી ના આપવાના કરાને નગરમાં કોરોના પોઝિટિવ કેટલાય લોકો નગરમાં બેરોકટોક ફરી રહ્યા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારે આ લોકોના કારણે નગરમાં સંક્રમણ વધુ ફેલાતુ જતુ જોવા મળી રહ્યું છે.ત્યારે આ બાબતે સ્થાનિક તંત્ર પણ કઈ કહેવા તૈયાર નથી અને તેના કારણે નગરમાં આજે ઠેર-ઠેર કોરોના કેસ હોવાનું નગરજનોના મુખે ચર્ચાઇ રહયું છે.જેથી તંત્ર દ્વારા આ પોઝિટિવ આવે લોકોના નામ જાહેર કરે અથવા પોઝિટિવ લોકો ખુલ્લા બજારમાં ફરતા બંધ થાય તો કોરોના સંક્રમણ ફેલાતું બંધ થાય તેમ કહેવાઈ રહ્યું છે.અને તંત્ર દ્વારા વહેલી તકે આ બાબતે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.ત્યારે આ કોરોના સંક્રમણ ફેલાતો અટકાવવા નગરમાં કોઈ પગલાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું

error: Content is protected !!