Saturday, 20/04/2024
Dark Mode

મુવાલીયા ડેમની કેનાલમાં ગાબડું પડતા આસપાસના ૫ – ૭ એકર ખેતરોમાં પાણી ભરાયા:ખેડૂતોને લાખો રૂપિયાનો નુકશાન

મુવાલીયા ડેમની કેનાલમાં ગાબડું પડતા આસપાસના ૫ – ૭ એકર ખેતરોમાં પાણી ભરાયા:ખેડૂતોને લાખો રૂપિયાનો નુકશાન

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

મુવાલીયા ડેમની કેનાલમાં ગાબડું પડતા પાક ને નુકશાન

આસપાસના ૫ – ૭ એકર ખેતરોમાં ભરાયા પાણી

ઘઉં ના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને લાખોનું નુકશાન

દાહોદ તા.૧૨

દાહોદ તાલુકાના મુવાલીયા સિંચાઈ ડેમના કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ૦૫ થી ૭ એકર ખેતરોમાં આ ડેમના કેનાલનું પાણી ફરી વળતાં ખેતરમાં ઉકેલ ઘઉંના ઉભા પાક સહિત અન્ય પાકને ભારે નુકસાન થવા પામ્યું છે. જાણવા મળ્યા પ્રમાણે આ ગાબડામાંથી છેલ્લા એક – બે

દિવસથી પાણી સતત વહી રહ્યું છે અને કોઈ જવાબદાર તંત્રના અધિકારીઓ કે, કર્મચારીઓ દ્વારા હજુ સુધી આ ગાબડાનું રિપેરીંગ કામ કે ગાબડું બંધ કરવામાં આવ્યું નથી.

છેલ્લા એક – બે દિવસથી દાહોદ જિલ્લાના મુવાલીયા ગામે આવેલ મુવાલીયા ડેમની કેનાલમાં ગાબડું પડતાં ઘઉંના ઉભા પાકમાં આ પાણી ફરી વળતાં આશરે ૦૫ થી ૦૭ એકરમાં આ પાણી ફરી વળ્યું છે. સ્થાનીકોના જણાવ્યા અનુસાર, દિવસ – રાત આ પાણી વહેતું જ રહે છે, ઘઉંના ઉભા

પાકને ભારે નુકસાન થયું છે. વધુમાં સ્થાનીકોના જણાવ્યા અનુસાર, અંદાજે લાખ્ખોનું નુકસાન થવા પામ્યું છે. સ્થાનિક ખેડૂતોએ આક્ષેપો પણ કર્યા છે કે, આટલું મોટુ નુકસાન કોણ ભરપાઈ કરશે, દર સીઝનમાં આવું થાય છે, વગર કામની કેનાલ ચાલુ ને ચાલુ જ છે, જ્યારે પાણીની જરૂર હોય છે ત્યારે કેનાલમાંથી પાણી છોડવામાં આવતું નથી લાગતા વળગતાં અધિકારી સહિત કર્મચારીઓને રજુઆત કર્યા છતાંય હજુ સુધી આ કેનાલનું પાણી બંધ કરવામાં આવ્યું નથી. વધુમાં અહીંના સ્થાનીક ખેડુતોના જણાવ્યાં અનુસાર, ચોમાસાની ખેતી પણ ફેઈલ ગઈ ત્યાર બાદ ચાર મહિના દરમ્યાન ખેતીકામમાં મહેનત કરી હતી તે આ ગાબડું પડેલ કેનાલમાંથી પાણી વહેતાં આ ખેતીને પણ ભારે નુકસાન થયું છે.

મુવાલીયા સિંચાઈના મદદનીશ ઈજનેર જે.એન.પરમાર સાથે આ મામલે વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, ચોકીદારો દ્વારા તેઓને જણાવ્યું હતું કે, મુવાલીયા સિંચાઈમાં સવારના ૧૧ વાગ્યા ગાબડું પડ્યું હતું અને તાત્કાલિક ચોકીદાર દ્વારા કેનાલનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે અને પાણી હાલ બંધ છે. બે દિવસ પહેલા નાનુ ગાબડું પડ્યું હતું અને તેનું સમારકામ કરવામાં આવ્યું હતું અને આગળ જે ખેડુતોને જરૂર હતી પાણીની ત્યાં પાણી પહોંચાડવા માટે કેનાલ ચાલું હતી.

———————————————-

error: Content is protected !!