આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે દાહોદ પાલિકા ની ચૂંટણી રસપ્રદ બની:ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપની નવી ગાઈડ લાઈનથી જુનાજોગીઓ અવઢવમાં:ટીકીટ કપાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સાથે બગાવત કરવાના મૂડમાં
આમ આદમી પાર્ટીની એન્ટ્રી સાથે દાહોદ પાલિકા ની ચૂંટણી રસપ્રદ બની:ટિકિટ ફાળવણી મુદ્દે ભાજપની નવી ગાઈડ લાઈનથી જુનાજોગીઓ અવઢવમાં:ટીકીટ કપાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવી પક્ષ સાથે બગાવત કરવાના મૂડમાં..
દાહોદ તા.03
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાતની સાથે આદર્શ આચારસંહિતા લાગુ થઇ છે. જે બાદ રાજકીય પક્ષો ચૂંટણીઓ લડવા કમર કસી ચૂંટણીની કામગીરીમાં જોતરાઈ ગયા છે. જોકે આ વખતે કોંગ્રેસ ભાજપના વિકલ્પના રૂપમાં આમ આદમી પાર્ટી તેમજ ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતેહાદ મુસ્લિમ(AIMIM) પાર્ટીએ પણ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવતા આ વખતની ચૂંટણી રસપ્રદ રહેવાના આસાર દેખાઈ રહ્યા છે. ત્યારે રાજ્યના સત્તા પર બિરાજિત ભાજપ પણ સ્થાનિક ચૂંટણીઓમાં જલવંત વિજય હાંસલ કરવા પુરજોશમાં લાગી ગઈ છે. જોકે આ વખતે બીજેપી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કેટલીક ગાઇડલાઇન જારી કરતા બીજેપીમાં અંદરો અંદર ભારે વિવાદ ઉભો થવા પામ્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં પણ પ્રદેશ અધ્યક્ષની ગાઇડલાઇન મુજબ કેટલાય જુના જોગીઓની ટિકિટ કપાવવાનો વારો આવ્યો છે. ત્યારે જુના જોગીઓને ટિકિટ ન મળવાના સ્વરૂપમાં પક્ષ જોડે બગાવત કરી અપક્ષમાં ઉમેદવારી નોંધાવશે?કે પક્ષને શિસ્ત રહેશે તે હાલ કહેવું મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે. જોકે આ વખતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દાહોદ જિલ્લામાં ત્રિપાંખિયો જંગ જામવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
દાહોદ નગરપાલિકામાં પક્ષ પ્રમુખની ગાઇડલાઇન મુજબ ચૂંટણી લડવા થનગનતા મુરતીયાઓના સપના રોળાશે?
ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કડક સંદેશો આપતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાઈ, ભત્રીજા,ભાણેજ,ત્રણ ટર્મ સુધી ચૂંટણી લડેલા તેમજ 60 વર્ષ વટાવી ચૂકેલા આગેવાનોને ટિકિટ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. જોકે દાહોદ જિલ્લાની વાત કરીયે તો દાહોદ જિલ્લામાં સગા સબંધીઓને ટિકિટ ફાળવણીમાં વર્ષોથી ચાલતી આવી છે. જોકે આ વખતે ઉપલા લેવલેથી પ્રદેશ પ્રમુખની ગાઇડલાઇનથી દાહોદ બીજેપી મોવડી મંડળ દ્વિધામાં પડી ગયું છે. દાહોદ નગરપાલિકાની વાત કરીયે તો વોર્ડ નં 5 માં વિનોદ રાજગોર તેમજ વોર્ડ નં 1 માં ગત ચૂંટણીમાં લખન રાજગોર બન્ને ભાઈઓએ ચૂંટણી લડી હતી. તેમજ બન્ને ભાઈઓ જીતી ગયા હતા. જોકે આ વખતે ગાઇડલાઇન અનુસાર તેમને ટિકિટ મળે છે.કે કેમ? તે હાલ કહેવું મુશ્કેલભર્યું છે.જયારે ત્રણ ટર્મની વાત કરીયે તો વોર્ડ નં 3 માંથી કાઇદ ચૂનાવાલા ત્રણ ટર્મથી સુધરાઈ સભ્ય છે. ત્યારે વોર્ડ નં 5 ની મહિલા સભ્ય પુષ્પાબેન ઠાકુર, વોર્ડ નં 2 માંથી લતાબેન સોલંકી,વોર્ડ નં 3 માં મહિલા સભ્ય રમીલાબેન ભુરીયા સહીતના સુધરાઈ સભ્યો ત્રણ ટર્મ કરતા પણ વધારે સમયથી પાલિકામાં સુધરાઈ સભ્ય છે. જોકે એમાં એક વખત ટિકિટ નં મળતા બગાવત કરી આ પક્ષમાં ચૂંટણી જીતી ગયા બાદ પુનઃ પક્ષમાં આવી ગયા હતા. 60 પ્લસની વાત કરીએ તો હાલ તો કોઈ સભ્ય 60 પ્લસમાં નથી પરંતુ વોર્ડ નંબર 2ની મહિલા સભ્ય લતાબેન સોલંકીના પતિ તેમજ નિવૃત્ત બેંક કર્મી હીરાલાલ સોલંકીએ બીજેપીમાં ટીકીટની માંગણી કરી છે. ત્યારે બીજેપી પક્ષ પ્રમુખની ગાઈડલાઈન મુજબ સુધરાઈ સભ્યોની ટિકિટ કપાશે?કે પછી તેઓને પુનઃરિપીટ કરાશે તે મેન્ડેટ આવ્યા પછી જ બહાર આવશે જોકે આ બધા સંજોગોમાં પક્ષમાંથી પડતા મુકાયેલા ચૂંટણી લડવા માંગતા મુરતિયાઓ પક્ષ જોડે બગાવત કરી આ પક્ષમાં દાવેદારી નોંધાવશે કે કેમ? તે જોવું રહ્યું.