Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં બસ સ્ટેશનના અભાવે મુસાફરોને ભારે હાલાકી:પ્રજાના હિતમાં નવીન બસ મથક બનાવવા માટે લાગણી તેમજ માંગણી ઉઠવા પામી 

સિંગવડ તાલુકામાં બસ સ્ટેશનના અભાવે મુસાફરોને ભારે હાલાકી:પ્રજાના હિતમાં નવીન બસ મથક બનાવવા માટે લાગણી તેમજ માંગણી ઉઠવા પામી 

 કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકામાં બસ સ્ટેશનના અભાવે મુસાફરોને ભારે હાલાકી:પ્રજાના હિતમાં નવીન બસ મથક બનાવવા માટે લાગણી તેમજ માંગણી ઉઠવા પામી

સીંગવડ તા.04

સીંગવડ તાલુકો બન્યાને ત્રણ વર્ષ થવા આવ્યા હોવા છતાં આજ દિન સુધી સિંગવડ ગામમાં બસ સ્ટેશન બનવા પામ્યું નથી.જ્યારે એક વર્ષ પહેલા સીંગવડ ગામે રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે સિંગવડ ગામના નાગરિકો દ્વારા દાહોદ કલેકટર વિજય ખરાડી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે તાલુકો થયો હોવાથી એક નાનું સરખું બસ સ્ટેશન બનાવવાને માંગણી કરવામાં આવી હતી.ત્યારે કલેકટર શ્રી દ્વારા સીંગવડ જે તે સમયના મામલતદારને બસ સ્ટેશન માટે સરકારી જમીન દેખવા માટે કહ્યું હતું.પણ આ બસ સ્ટેશન માટેની જગ્યા આજદિન સુધી ફાળવવામાં નહી આવતા સીંગવડ ગામમાં બસ સ્ટેશન બન્યું નથી.બસ સ્ટેશન બની જાય તો આજુબાજુના ગામડાઓમાંથી આવતા લોકોને આ બસ સ્ટેશનના હિસાબે બસોનો લાભ મળે જો બસ સ્ટેશન બને તો ગામડાના લોકોને પિપલોદ તથા સંજેલી સુધી લાંબા રૂટની બસમાં બેસવા માટે જવું ન પડે અને બહારગામ જવા માટે અહીંયાથી બસો નો લાભ મળી રહે બસ સ્ટેશન માટે જગ્યા મળી જાય તો શીંગવડ ગામ ને તથા તેના આજુબાજુના ગામડાઓમાં લોકોને બસોનો વાહન વ્યવહાર ચાલુ થઈ શકે તેમ છે.સિંગવડ તાલુકાના ઘણા ગામો હજુ સુધી આઝાદીના આટલા વર્ષો થઈ ગયો હોવા છતાં અમુક ગામોને બસોનો લાભ મળ્યો જ નથી.જ્યારે સીંગવડ તાલુકો બન્યો તાલુકાના કામ માટે લોકોને ગામડાઓમાંથી બસોના અભાવના લીધે પ્રાઇવેટ ગાડીઓમાં આવું પડે છે.જ્યારે સિંગવડ તાલુકા માં પહાડ હુમડપુર વણઝારીયા વાવ તથા કાળિયા રાય વડાપિપલા જામરી અનોપપુરા આ બાજુ તારમી છાપરી મંડેર સુરપુર વગેરે ગામોને તાલુકા પંચાયત કે પોલીસ સ્ટેશનના મામલતદાર ઓફિસ ના કામ માટે આવવા જવા માટે પ્રાઇવેટ વાહનો તથા પેસેન્જર ગાડીઓ નો ઉપયોગ કરવો પડતો હોય છે.જો બસોની સુવિધા હોય તો ઉંડાર વાળા ગામોને તકલીફોનો સામનો નહીં કરવો પડે તથા બસનો લાભ મળી રહે તેમ છે તથા જે બસો પણ ચાલે છે.તેનો પણ કોઈ ટાઈમના બોર્ડના અભાવના કારણે આવા જવામાં લોકોને તકલીફો પડે છે.સરકાર શ્રી દ્વારા સિંગવડ તાલુકા માં બસ સ્ટેશન બને અને અંદર છેવાડાના ગામડાઓ મેથાણ સુરપુર કાળિયા રાય વગેરે ગામોને આવા જવા બસની સુવિધા મળી રહે તેવી સિંગવડ તાલુકા ની માંગ છે.તથા લાંબા રૂટની બસો ચાલુ થાય તો ગામડામાંથી મજૂરીએ જતા લોકોને તેનો લાભ મળી રહે તેવી લોકોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

error: Content is protected !!