Thursday, 25/04/2024
Dark Mode

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે તળાવ ભરવા માટે તાલુકા વિકાસ અધિકારી અને સરપંચને ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે તળાવ ભરવા માટે તાલુકા વિકાસ અધિકારી અને સરપંચને ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ

ઇલ્યાસ શેખ :- સંતરામપુર  

સંતરામપુર તા.19

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે તળાવ ભરવા માટે તાલુકા વિકાસ અધિકારી અને સરપંચને ગ્રામજનો દ્વારા રજૂઆત કરાઈ

સંતરામપુર તા.19

સંતરામપુર તાલુકાના ગોઠીબ ગામે તળાવ ખાલી હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે.ગુજરાત સરકાર દ્વારા મહિસાગર જિલ્લાના દરેક તાલુકામાં દરેક ગામમાં તળાવ ભરવા માટેનું જાહેરાત કરવામાં આવી હતી.આ વર્ષે ઓછો વરસાદ હોવાના કારણે સીઝન દરમિયાનમાં તળાવમાં પાણી પણ નથી. ભરાયુ હાલમાં ગોઠીબ ગામમાં તળાવ સૂકાભઠ્ઠ અને ખાલીખમ્મ જોવાઈ રહ્યાં છે.તળાવ ખાલી હોવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે મૂંગા પશુઓ માટે અને ખેતી માટે પાણી ના હોવાના કારણે અત્યારે ભારે હાલાકી ભોગવી રહ્યા છે તંત્ર દ્વારા તળાવ ભરવા માટે કામગીરી શરૂ કરાયા અને ખાલી પડેલા તળાવો સરકારી યોજનામાં ભરવામાં આવે તો ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી ગોઠીબ ગામથી મોરાલનાકા તળાવ નજીક હોવા છતાંય ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે.ઉનાળો શરૂ થતાં પહેલાં જ પાણીનો ફરિયાદો અત્યારે જોવા મળી રહી છે વરસાદ ઓછો હોવાના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોને ખેતીનો પાક પણ નિષ્ફળ ગયો હતો.મૂંગા પશુઓ માટે અને ખેડૂતોને પાણી મળી રહે અને તળાવ ભરાય તે માટે સંખ્યામાં ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી અને સરપંચ અને રજૂઆત કરી હતી.

error: Content is protected !!