Thursday, 25/04/2024
Dark Mode

સંજેલી:સ્થાનિકોની વર્ષો જુની સમસ્યાઓનું સમાધાન:નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો

સંજેલી:સ્થાનિકોની વર્ષો જુની સમસ્યાઓનું સમાધાન:નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો

 કપિલ સાધુ :- સંજેલી 

સંજેલી નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો.
સ્થાનિકોની વર્ષો જુની સમસ્યાઓ નું સમાધાન કરી રસ્તાની કામગીરી કરાવતા સરપંચ.

સંજેલી ખાતે નહેર પર નવીન રસ્તાની કામગીરી ને લઈને ખેડુતોમાં જમીન આપવાથી લઈને વિવાદ સર્જાયો હતો જે કામગીરી ઘણા સમયથી ટલ્લે ચઢી હતી સંજેલી સરપંચ પોતાની આગવી કોઠાસૂઝથી ખેડુતોને સમજાવી રસ્તાની કામગીરી શરૂ કરાવતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સંજેલી પ્રતાપપુરા ટીસાના મુવાડા થઇ કાળિયા હેર તળાવ ની સિંચાઈ નહેર પર સિંચાઇ વિભાગની બંન્ને સાઇટો પર હાલ આ નહેરની સાઇડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવીન lરસ્તો બનાવવા માટેની મંજુરી મળતા રસ્તાની કામગીરી શરૂ કરવામાં આવતા કેટલાક ખેડુતો દ્વારા પોતાની માલિકીની જમીન હોય મંજૂરી વિના રસ્તો કઈ રીતે બનાવવામાં આવી રહ્યો છે.તેવા આક્ષેપોને લઇને રસ્તાની કામગીરી બંધ કરાવી હતી જે કામગીરી ઘણા સમયથી ખોરંભે પડી હતી.જેને લઇ અવાર નવાર સ્થાનિકો દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી.સંજેલી ગામના સરપંચ કિરણભાઇ રાવત સભ્ય માધવભાઇ ચારેલ.સિંચાઈના અધિકારી કિશોરભાઈ વસૈયા ની આગેવાની હેઠળ ખેડુતોને સમજાવી રસ્તા માટેની જમીનની માપણી કરી નાનીસંજેલી મુખ્ય માર્ગથી ટીસાના મુવાડા તરફ જતી નહેર પર નવીન રસ્તાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકો તેમજ ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રસ્તો ન હોવાથી કેટલાંક ખેડુતોને ખેતી માટેના સામાનો બિયારણો ખાતરો તેમજ ઈમરજન્સી સેવાઓ માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.આ નવીન રસ્તાની કામગીરી શરૂ થતાં જ આવી અનેક સમસ્યાથી નવીન રસ્તો બનાવવા થી સ્થાનિક લોકોને સુવિધાઓ મળી રહેશે.

error: Content is protected !!