Friday, 14/03/2025
Dark Mode

ફતેપુરા:ચાર દિવસ પૂર્વે વાસ્તુપુજનમાં ગયેલી 9 વર્ષીય બાળકીની લાશ મોટા સરસવા પૂર્વ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર:મોતનું રહસ્ય અકબંધ:પોલિસ તપાસમાં જોતરાઈ

ફતેપુરા:ચાર દિવસ પૂર્વે વાસ્તુપુજનમાં ગયેલી 9 વર્ષીય બાળકીની લાશ મોટા સરસવા પૂર્વ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર:મોતનું રહસ્ય અકબંધ:પોલિસ તપાસમાં જોતરાઈ

 બાબુ સોલંકી/હિતેશ કલાલ :- સુખસર 

ફતેપુરાના સરસવા પૂર્વ ગામે ૯ વર્ષિય બાળકીની કૂવામાંથી લાશ મળતા ખળભળાટ.નીનકા પૂર્વ ગામ ની બાળકી સરસવા પૂર્વ ગામે વાસ્તુપૂજનમાં ગઈ હતી.બાળકીની લાશને જોતા જીભ મોઢાની બહાર જોવા મળી, લાશ મળતા મોતનું રહસ્ય અકબંધ.સરકારી દવાખાને પોલીસ બંદોબસ્ત સાથે પેનલ પોસ્ટમોર્ટમ ની કામગીરી શરૂ કરાઈ.

ફતેપુરા:ચાર દિવસ પૂર્વે વાસ્તુપુજનમાં ગયેલી 9 વર્ષીય બાળકીની લાશ મોટા સરસવા પૂર્વ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર:મોતનું રહસ્ય અકબંધ:પોલિસ તપાસમાં જોતરાઈ સુખસર. તા.13

ફતેપુરા તાલુકાના નીનકા પૂર્વ ગામની ૯ વર્ષીય બાળકી સરસવા પૂર્વ ગામે તેના પરિવારજનો સાથે વાસ્તા પૂજનમાં કાર્યક્રમમાં ગઈ હતી જ્યાં ગુમ થઇ ગઇ હતી અને ચાર દિવસ બાદ સરસવા પૂર્વ ગામે કુવામાંથી લાશ મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો સુખસર સરકારી દવાખાને પોલીસ બંદોબસ્ત સાથે પેનલ પોસ્ટમોર્ટમ ની કામગીરી શરૂ કરાઈ છે.

ફતેપુરા:ચાર દિવસ પૂર્વે વાસ્તુપુજનમાં ગયેલી 9 વર્ષીય બાળકીની લાશ મોટા સરસવા પૂર્વ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર:મોતનું રહસ્ય અકબંધ:પોલિસ તપાસમાં જોતરાઈપ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના નીંદકાપૂર્વ લીંબાખેડી ફળિયામાં રહેતા રણજીતભાઈ મછાર ની પુત્રી રોશનીબેન ઉંમર વર્ષ આશરે નવ વર્ષની ધોરણ ચાર માં અભ્યાસ કરતી હતી.જે ગત ચારેક દિવસથી ઘરેથી ગુમ થઈ હતી.જેની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન આજરોજ સરસવા પૂર્વ કૂવામાં કોઈ બાળકીની લાશ હોવાની જાણ થતા નીંદકાપૂર્વથી પણ લોકો તે સ્થળે ગયા હતા મળી આવેલા લાશ વાળા કુવા ઉપર જઈ જોતા આ લાશ રોશનીબેનની હોવાનું જોવા મળ્યું હતું.આ બાબતે સુખસર પોલીસ સ્ટેશનમાં જાણ

ફતેપુરા:ચાર દિવસ પૂર્વે વાસ્તુપુજનમાં ગયેલી 9 વર્ષીય બાળકીની લાશ મોટા સરસવા પૂર્વ ગામના કુવામાંથી મળી આવતા ચકચાર:મોતનું રહસ્ય અકબંધ:પોલિસ તપાસમાં જોતરાઈકરતાં તાત્કાલિક સુખસર પોલીસ સ્ટાફ બનાવના સ્થળે પહોંચી જવા પામ્યો હતો.જ્યારે પંચકેશ બાદ લાશને કૂવામાંથી બહાર કાઢતા મૃતક રોશનીબેનની જીભ મોઢાની બહાર જોવા મળી હતી. જેના લીધે ઉપસ્થિત લોકોમાં તરેહ-તરેહની ચર્ચાઓ સાંભળવા મળી હતી.લાશને પીએમ અર્થે સુખસર સરકારી દવાખાનામાં ખસેડવામાં આવી હોવાનું જાણવા મળે છે. બાળકીનું આકસ્મિક મોત છે કે તેની સાથે કોઈ અઘટિત ઘટના બની છે તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે

તેમજ આ બનાવ બાબતે પીએમ રિપોર્ટ બાદ જ જે-તે સત્યતા બહાર આવશે તેમ જણાઈ રહ્યું છે.

error: Content is protected !!