Thursday, 28/03/2024
Dark Mode

ઝાલોદ પાલિકા કાઉન્સિલર અંતિમ અગ્રવાલની આત્મહત્યા કે હત્યા?હિરેન પટેલની હત્યા બાદ પોલીસ સામે પાલિકાનો નવીન કોયડો આવીને ઉભો રહ્યો!!!

ઝાલોદ પાલિકા કાઉન્સિલર અંતિમ અગ્રવાલની આત્મહત્યા કે હત્યા?હિરેન પટેલની હત્યા બાદ પોલીસ સામે પાલિકાનો નવીન કોયડો આવીને ઉભો રહ્યો!!!

  દાહોદ લાઈવ ડેસ્ક…..

ઝાલોદ પાલિકા કાઉન્સિલર અંતિમ અગ્રવાલ ની આત્મહત્યા કે હત્યા?હિરેન પટેલ ની હત્યા બાદ પોલીસ સામે પાલિકા નો નવીન કોયડો આવી ને ઉભો રહ્યો!!!

ઝાલોદ તા.23

ઝાલોદ પાલિકા કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા શનિવારના રોજ માંડલેશ્ચર મહાદેવ ખાતે જઈ અને ઝેરી દવા ગટગટાવી જતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. બે મહિનાના સમયગાળામાં જ પાલિકાના આ બીજા કાઉન્સિલરના અકાળે  મોતને પગલે પાલિકામાં કંઇક અજુગતું બન્યું હોવાનું હાલ ચર્ચામાં છે. તો હિરેન પટેલની હત્યાકાંડમાં સામેલ મુખ્ય માથાઓ સુધી પહોંચવા મથતી પોલીસ પાલિકાના જ અન્ય કાઉન્સિલરની હત્યા કે આત્મહત્યાની તપાસમાં લાગી ગયેલી જોવા મળી રહી છે.

ઝાલોદ નગર પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલ ની હત્યા બાદ, પાલિકામાં થયેલ કરોડોનો ભ્રષ્ટાચાર ઉજાગર થયો છે. જેને પગલે પોલીસ તપાસથી લઈને વહીવટી તપાસમાં પણ પાલિકા માં થયેલા ભ્રષ્ટાચારમાં પાલિકાના કેટલાક કાઉન્સિલરથી લઈને કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી હોવાનું બહાર આવવાની પ્રબળ શક્યતાઓ છે.ત્યારે ગત શનિવારના રોજ પાલિકા ના જ એક કાઉન્સિલર અંતિમ અગ્રવાલ દ્વારા મંડલેશ્વર મહાદેવ જઈ અને સલ્ફાસની ગોળીઓ ખાઈ લેતા સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.
આ અંગે અંતિમ અગ્રવાલના મામાં કિરીટભાઈ અગ્રવાલ દ્વારા કોઈ અગમ્ય કારણસર કોઈની ધાક ધમકી કે દબાણમાં આવી અને આવું પગલું ભર્યું હોવાની જાહેરાત કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોધી અને આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે બે મહિનામાં જ પાલિકાના આ બીજા કાઉન્સિલરના અકાળે  થયેલા મૃત્યુએ પાલિકામાં કઈક અજુગતું બન્યું હોવાની ચાડી ખાધી હતી.જેને પગલે પાલિકામાં થયેલા ભ્રષ્ટાચાર આચરનારા તમામમાં ફફડાટ ફેલાયો છે. તો નગરમાં પણ નગરના વિકાસમાં ખર્ચ કરનાર રકમ બારોબાર ચાઉ થઈ જતી હોવાથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની લાગણી અને માંગણી પણ ઉઠી છે.

પાલિકાના મહિલા કાઉન્સિલરના પતિ દ્વારા ધાક ધમકી આપ્યા બાદ અંતિમ દ્વારા અંતિમ પગલું લેવાયું?

અંતિમ અગ્રવાલને પાલિકાના મહિલા કાઉન્સિલર ના પતિ દ્વારા દબાણ કરવામાં આવતું હોવાથી આ પગલું લેવામાં આવ્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે. અને આ અંગે પોલીસ તપાસમાં જ વધુ ખુલે એમ હોવાથી તેઓએ આ અંગે કંઇ પણ કેહવાનું ટાળ્યું હતું.

error: Content is protected !!