Thursday, 28/03/2024
Dark Mode

દે.બારીયા તાલુકાના રામા ગામે ખેતરમાં જઈ રહેલા આધેડ પર દીપડાએ હુમલો કરી લોહીલુહાણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

દે.બારીયા તાલુકાના રામા ગામે ખેતરમાં જઈ રહેલા આધેડ પર દીપડાએ હુમલો કરી લોહીલુહાણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

  મઝહરઅલી મકરાણી :- દે.બારીયા 

દે.બારીયા તા.24

દાહોદ જિલ્લાના ધાનપુર અને દે.બારીયાના વન વિસ્તારોના છાસવારે ઘુસી આવતા વન્ય પ્રાણીઓના હુમલાના બનાવો બન્યાના અનેક અહેવાલો છે. તેવા સમયે દે.બારીયા તાલુકાના રામા ગામે ખેતરમાં કામ કરી રહેલા એક યુવક ઉપર દીપડાએ ઓચિંતો હુમલો કરી ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાનું જણાવ્યું છે.

જાણવા મળ્યા મુજબ દે.બારીયા તાલુકાના રામા ગામના ટુંડા ફળિયામાં રહેતા ભરતભાઇ જીતાભાઈ લબડા આજરોજ સવારના સાડા આઠ વાગ્યાના સુમારે ઘરે થી નીકળી પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં અચાનક જંગલ તરફ થી આવેલ માનવ ભક્ષી દીપડાએ ભરત ભાઈ જીતા ભાઈ લબડાએ ઓચિંતો હુમલો કરી કમરના ભાગે , માથાના ભાગે ઇજાઓ પહોંચતા ઇજાગ્રસ્ત ભરત ભાઈએ બુમા બૂમ કરી મુકતા આસપાસનાં લોકો દોડી આવતા દીપડો નાસી ગયો હતો. જ્યારે ગ્રામજનો એ તાબડતોડ ૧૦૮ ને બોલાવી ઇજાગ્રસ્ત ભરત ભાઈને ૧૦૮ મારફતે સારવાર માટે દે.બારીયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આજે દીપડાએ અચાનક કરેલા હુમલાના પગલે રામા ગામના લોકોમાં ભય સહિતનો ફફડાટ ફેલાવા પામ્યો છે.

error: Content is protected !!