Friday, 19/04/2024
Dark Mode

દાહોદ:કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી “દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના” કેન્દ્ર સરકારોની ઉદાસીનતાના કારણે સફેદ હાથી સમાન સાબિત થવાના ભણકારા:ઇ.સ1990 માં મંજુર થયેલો 204 કિલોમીટરનો રેલમાર્ગ ત્રીસ વર્ષ બાદ પણ અધૂરો,રેલવે તંત્ર દ્વારા ટેન્ડરો રદ્દ કરાતાં રેલ પરિયોજના પુનઃખોરંભે પડવાના એંધાણ

દાહોદ:કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી “દાહોદ-ઇન્દોર રેલ પરિયોજના” કેન્દ્ર સરકારોની ઉદાસીનતાના કારણે સફેદ હાથી સમાન સાબિત થવાના ભણકારા:ઇ.સ1990 માં મંજુર થયેલો 204 કિલોમીટરનો રેલમાર્ગ ત્રીસ વર્ષ બાદ પણ અધૂરો,રેલવે તંત્ર દ્વારા ટેન્ડરો રદ્દ કરાતાં રેલ પરિયોજના પુનઃખોરંભે પડવાના એંધાણ

 રાજેન્દ્ર શર્મા/જીગ્નેશ બારીયા :- દાહોદ 

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી દાહોદ ઇન્દોર પરિયોજના સમાયાતરે સરકારોની ઉદાસીનતાના કારણે સફેદ હાથી સમાન સાબિત થવાના ભણકારા,ઇ.સ1990 માં મંજુર થયેલો 204 કિલોમીટરનો રેલમાર્ગ ત્રીસ વર્ષ બાદ પણ અધૂરો, 2008માં શરૂ થયેલ ઇન્દોર દાહોદ રેલ પરીયોજના પુનઃ ખોરંભે પડવાના એંધાણ, 2022માં પૂર્ણ થનારી યોજના કેટલાક ટેન્ડરો રદ્દ કરી નવા ટેન્ડરો  કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ,ચોમાસામાં વરસાદ પડતા ટનલમાં 15 થી 20 મીટર જેટલો ભાગ પાણીમાં ગરકાવ,ઇન્દોર નજીક પીથમપુર પાસે બનાવવામાં આવી રહેલી  ટનલનુ કાર્ય પણ અટકી જતા વધુ એક સમસ્યા સર્જાઈ

મધ્યપ્રદેશના પિથમપુર પાસે નિર્માણાધીન ટનલની તસ્વીર 

દાહોદ તા.30

ઇન્દોર દાહોદ રેલ પરીયોજના નું કાર્ય પુનઃ ખોરંભે પાડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે એક તરફ રેલવે તંત્ર દ્વારા આ રેલ પરીયોજના 2022 સુધીમાં પૂર્ણ કરવાની જાહેરાતો કરી છે ત્યારે બીજી તરફ આ યોજનાને અનુલક્ષીને અપાયેલા કેટલાક કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યા હોવાનું અને કેટલાક કોન્ટ્રાક્ટ રદ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણમાં આવ્યું છે ત્યારે આ પ્રક્રિયાઓ કેટલો સમય લેશે એ કહેવું મુશ્કેલ ભર્યુ લાગી રહ્યું છે . 2008થી શરૂ થયેલું દાહોદ ઈન્દોર રેલ પરીયોજના નું કાર્ય પુન: ખોરંભે પાડવા ના એંધાણ વર્તાઇ રહ્યા છે

કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી ઇન્દોર-દાહોદ રેલ પરીયોજના તત્કાલીન રેલમંત્રી માધવરાજ સિંધિયાએ ઇ.સ 1989/90 ના રેલ બજેટમાં 700 કરોડના ખર્ચે મંજુર કરી હતી.204 કિલોમીટરની ઇન્દોરના રાજેન્દ્રનગરથી પિથમપુર,ટીહી, ધાર, સરદારપુર, ઝાબુઆ જેવા માલવાના આદિવાસી વિસ્તારોમાંથી પસાર થનારી રેલ પરિયોજના બદલાતા સમયના વહેણ અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારોની ઉદાસીનતાના કારણે સમયાંતરે આ રેલ પરિયોજનાનો ખર્ચ વધતો જવા પામ્યો હતો. દર વર્ષે જાહેર થતાં રેલ બજેટમાં પૂરતો ફંડ ના ફાળવાતા આ રેલ પરીયોજના ઘોચમાં પડી ગઈ હતી. ત્યારબાદ2008 માં કેન્દ્રની કોંગ્રેસ સરકારમાં રેલમંત્રી રહેલા લાલુ પ્રસાદ યાદવ મધ્ય પ્રદેશના ઝાબુઆના મેઘનગર ખાતે આવ્યા હતા.અને આ રેલ પરિયોજના પર ઝડપથી કાર્ય પૂર્ણ કરી 2011 સુધીમાં રેલ દોડાવવાની જાહેરાત કરી હતી. જેનો 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહએ 8 ફેબ્રુઆરી 2011 માં શિલાન્યાસ કરી ઝડપથી પૂર્ણ કરી માલવાના અતિપછાત આદિવાસી જિલ્લાઓમાં વિકાસની હરણફાળ કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પરંતુ તે બાદ પણ કેન્દ્ર સરકારની ઉદાસીનતા તેમજ યોગય ફંડની

ફાળવણીના અભાવે આ મહત્વકાંક્ષી પરિયોજના પુનઃ એક વખત ઘોચમાં પડી ગઈ હતી. જોકે 2014 માં કેન્દ્રમાં વિકાસની નેમ સાથે પ્રચંડ બહુમત સાથે સત્તા પર આવેલી મોદી સરકારના બે વર્ષના કાર્યકાળ બાદ એટલે કે 2016 માં ઇન્દોર મહુ રેલવે લાઈનના ગેજ પરિવર્તન બાદ મોદી સરકારે આ યોજનાને ઝડપથી પૂર્ણ કરી આ વિસ્તારને સમૃદ્ધ બનાવવા માટેની દિશામાં અગ્રીમતા દાખવી પૂરતું ફંડ ફાળવી અને સમયસર ટેન્ડરો બહાર પાડી કામ શરૂ કરાવતા આ રેલ પરીયોજના કામમાં પહેલીવાર ઝડપ દેખાઈ હતી. કામની ગતિ જોતા એવું લાગતું હતું કે 2019 સુધીમાં આ રેલ પરીયોજના પૂર્ણ થઇ જશે તેવું લાગતું હતું. ત્યારે હાલમાં જ રેલવે દ્વારા બહાર પડાયેલા ટેન્ડરો રદ્દ કરી દેતા આ મહત્વકાંક્ષી રેલ પરીયોજના ફરી ઘોંચમાં પડી જવા પામી છે. સરકારોની ઉદાસીનતા કારણે 700 કરોડની રેલ પરીયોજના આજે બે હજાર કરોડના જંગી ખર્ચ સુધી પહોંચી જવા પામી છે.જયારે હવે રેલવે તંત્ર દ્વારા કેટલા સમયમાં કરી નવા ટેન્ડર બહાર પડાશે? અને આ રેલ પરીયોજના નું કામ ક્યારે શરૂ થશે? તે હાલ કહેવું મુશ્કેલ ભર્યું લાગી રહ્યું છે.જોકે 30 વર્ષના લાંબા સમયગાળા બાદ રેલ પરીયોજના અધૂરી રહેતાં દાહોદ ઇન્દોર રેલવે લાઈન હાલના આ તબક્કે સફેદ હાથી સમાન દેખાઇ રહી છે.

ઇન્દોર-દાહોદ રેલમાર્ગ પર પિથમપુર પાસે આવેલી ટનલમાં એક માસ પૂર્વે પડેલા વરસાદના કારણે 15 થી 20 મીટર સુધીનો હિસ્સો પાણીમાં ગરકાવ થતાં ટનલનું કામ પણ ખોરંભે પડ્યું 

ચોમાસા દરમિયાન પડેલા વરસાદમાં ટનલમાં પાણી ફરી વળ્યાં 

દાહોદ ઇન્દોર રેલ પરિયોજનાના કાર્ય અંતર્ગત ઇન્દોર નજીક પિથમપુર પાસે બનાવવામાં આવી રહેલ સુરંગનું કાર્ય પણ કેટલાક કારણોસર રોકાઈ જવાથી એમાં પણ એક નોખા પ્રકારનું સંકટ ઉભું થયાં હોવાનું કહેવાઈ રહ્યું છે.આ વિસ્તારમાં ગત ચોમાસા દરમિયાન સતત પડેલા વરસાદના કારણે સુરંગના મધ્ય ભાગમાં આશરે 15 થી 20 મીટર જેટલો હિસ્સો પાણીમાં ગરકાવ થઇ જવા પામ્યો હતો.તો ઇન્દોર તરફના ભાગમાં સતત પડેલા વરસાદ તથા તે ભાગ કાચો હોવાના કારણે આશરે એક મહિના પહેલાથી આ સુરંગનો કામ ઠપ્પ થઇ જવા પામ્યો છે. આ કાર્ય પુનઃ શરૂ કરવા રેલવે તંત્રના સબંધીતો દ્વારા કોઈ ગંભીરતા દાખવવામાં આવતી નથી ત્યારે આ અંગેના જાણકારોનું એવુ કહેવું છે. કે જો અંગે તંત્ર દ્વારા ત્વરિત પગલાં નહિ લેવાય તો સુરંગની ધસી પડવાની શક્યતાઓ પણ નાકારી શકાતી નથી.

આશરે દોઢ બે વર્ષ પહેલા અંદાજે દોઢ કરોડના ખર્ચે આ 2.90 કિલોમીટર લાંબી સુરંગનું નિર્માણ કાર્ય શરૂ કર્યું હતું. અંદાજે 40થી 50 ટકા હિસ્સાનો નિર્માણ થયાં બાદ આવી પડેલી મહામારી કોરોનાના કારણે રેલવેતંત્ર દ્વારા અચાનક જ ઇન્દોર દાહોદ રેલવે લાઈન પ્રોજેક્ટના તમામ કર્યો બંધ કરી દીધા હતા. આ મામલે અનેક રજૂઆતના પગલે રેલવે મંત્રાલય સુધી પણ પહોંચ્યો હતો.લોકસભાના માજી સ્પિકર સુમિત્રા મહાજન ઇન્દોરના સાંસદ શંકર લાલવાની દાહોદના સાંસદ જસવંત સિંહ ભાભોર સહિતનાઓએ તત્કાલીન રેલવે મંત્રી પિયુષ ગોયલ સાથે પણ આ બાબતમાં ચર્ચા કરી હતી. પરંતુ હજી આ રોકાયેલું કાર્ય શરૂ ન થઇ શક્યું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

error: Content is protected !!