Friday, 14/03/2025
Dark Mode

સંતરામપુરમાં કોરોનાનો પ્રકોપ વધતા ફફડાટ:યુનિયન બેંકના 6 કર્મીઓ સહીત 12 નવા કેસો નોંધાતા ફફડાટ ફેલાયો

સંતરામપુરમાં કોરોનાનો પ્રકોપ વધતા ફફડાટ:યુનિયન બેંકના 6 કર્મીઓ સહીત 12 નવા કેસો નોંધાતા ફફડાટ ફેલાયો

  ઇલ્યાસ શેખ:- સંતરામપુર 

સંતરામપુર તા.08

સંતરામપુર યુનિયન બેન્કમાં મેનેજર સહિત ૬ કર્મચારીઓને કોરોના પોઝિટિવ કુલ સંતરામપુર 12 પોઝિટિવ નોંધાતા પંથકમાં ભયની સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

સંતરામપુર નગરમાં  કોરોના સંક્રમણ દિવસે ને દિવસે ઘાતકબનવા પામ્યો છે.પંથકમાં આજરોજ  એક સાથે 12 કેસ નોંધાતા આરોગ્ય તંત્ર માં દોડધામ મચી જવા પામી છે. સંતરામપુર સ્ટેટ હોસ્પિટલમાં આજરોજ કોરોના પોઝિટિવના ટેસ્ટ કરવામાં આવેલા હતા.જેમાંથી યુનિયન બેંકના મેનેજર અન્ય પાંચ વ્યક્તિ કુલ મળીને ૬ કર્મચારીઓને કોરોના કેસ નોંધાયા હતા.સંતરામપુર નગરના અન્ય છ વ્યક્તિને અલગ અલગ વિસ્તારોમાં બીજા છ કેસ નોંધાતા કુલ 12 કેસ આવતા સંતરામપુર નગરમાં ચિંતાજનક બન્યો મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના દિન-પ્રતિદિન કોરોનાની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.આરોગ્યતંત્ર દ્વારા દરેક જગ્યાએ સ્ક્રીનિંગ કરવામાં આવે છે.રોજના કેસોની સંખ્યા વધી રહી છે.ત્યારે સંતરામપુરમાં મુખ્ય બજાર બસ ચાર રસ્તા અને વિવિધ સ્ટોલો પણ હજુ પણ સોશ્યલ ડિસ્ટન્સનો પાલન કરવામાં આવતું નથી.દરેક જગ્યાએ ટોળાને ટોળા ઉમટી પડે છે.સંતરામપુર વધી રહ્યું છે.એકસાથે સંતરામપુર નગરમાં 12 કેસ નોંધાતા કોરોના  ઘાતક બન્યો છે.નગરમાં કેસોની સંખ્યા વધવાથી ચિંતાજનક બનવા પામ્યો છે.

 

error: Content is protected !!