Friday, 29/03/2024
Dark Mode

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે…વિદેશી ગિફ્ટ મેળવવાનું લીમડીની મહિલાને મોંઘુ પડ્યું:ગિફ્ટ આઈટમ મેળવવાની લાલચે મહિલાએ સાડા સાત લાખ ઉપરાંતની રકમ ગુમાવી:પોલિસ તપાસમાં જોતરાઈ

લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે…વિદેશી ગિફ્ટ મેળવવાનું લીમડીની મહિલાને મોંઘુ પડ્યું:ગિફ્ટ આઈટમ મેળવવાની લાલચે મહિલાએ સાડા સાત લાખ ઉપરાંતની રકમ ગુમાવી:પોલિસ તપાસમાં જોતરાઈ

દાહોદ તા.૦૮

ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં ચકચારી બનાવ સામે આવ્યો છે. જર્મનીના મોબાઈલ નંબરથી આવેલ ફેંક કોલે લીમડી નગરમાં રહેતી એક ૪૯ વર્ષીય મહિલાને વિશ્વાસમાં લઈ ગીફ્ટ પાર્સલ કરવાની લાલચ આપી જુદા જુદા સમયગાળા દરમ્યાન દિલ્હીની એક અજાણી મહિલાના ખાતામાં રૂા.૭,૭૫,૦૦૦ હજાર નંખાવી છેતરપીંડી કરતાં નગરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આખરે પોતાની સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી થઈ હોવાનો અહેસાસ થતાં મહિલા દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

કહેવત પ્રમાણે “જ્યાં લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ન મરે” આ કહેવત લીમડી પંથકમાં સાર્થક થવા પામી છે. દાહોદ જિલ્લામાં અવાર નવાર અને અગાઉ પણ લોભામણી લાલચો આપી ફેંક કોલ, કોન બનેગા કરોડપતિ વિગેરે ભેજાબાજાે દ્વારા લોકોને પોતાના ઝાંસામાં ફસાવી નાણાં લાખ્ખો રૂપીયા ચાઉં કરી જતાં હોય છે. સરકાર દ્વારા પણ અવાર નવાર આવા ફેંક કોલ પર ધ્યાન ન આપવા અને આ બાબતે સતર્કતા દાખવવા પણ અનેકવાર સુચનો સહિત જાહેરાતો પણ કરવામાં આવતી હોય છે.પરંતુ શોર્ટ કર્ટ અપનાવી કરોડપતિ બનવાની લાલચમાં કેટલાક લોકો આવા ધુતારાઓની જાળમાં ફસાઈ જાય છે.અને જીવનભર કમાયેલી પોતાની પુંજી ગુમાવી બેસે છે. આવો જ એક કિસ્સો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના નાનકડા ગામ એવા લીમડી નગરમાં સામે આવ્યો છે જેમાં લીમડી નગરમાં રહેતી ૪૯ વર્ષીય શર્મિલાબેન કેતનકુમાર રતિલાલ દવે (બ્રાહ્મણ) દ્વારા નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ અનુસાર, તારીખ ૪ ઓગષ્ટથી તારીખ ૨૨ ઓગષ્ટના સમયગાળા દરમ્યાન ર્ડા.ઈરીય ગેર્ડ નામના ઈસમ જે હાલ રહેવાસી બ્રિસ્ટોલ, યુનાઈટેડ કિંગડમ મુળ રહે. જર્મની જેનો મોબાઈલ નંબર ૪૪ ૭૭૫૧ ૪૧૪૩૧૮ નાએ પ્રથમ ફેસબુક ઉપર ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલી શર્મિલાબેન સાથે વાતચીત કરી હતી અને બાદમાં ગીફ્ટ પાર્સલ મોકલવાની લાલચ આપી મોબાઈલ નંબર ૯૧૯૩૧૧૨૮૧૬૦૭ ઉપરથી ફોન કરાવી એજન્ટ તરીકે ઓળખ આપી હતી.એક અજાણી સ્ત્રીએ પાર્સલ છોડવવા માટે નવી દિલ્હીનની કોર્પાેરેશન બેંકનું એકાઉન્ટ નંબર અને આઈ.એફ.સી. કોડમાં અલગ અલગ તારીખોમાં, અલગ અલગ બહાના હેઠળ કુલ રૂા.૭,૭૫,૦૦૦ જમા કરાવડાવી વિશ્વાસઘાત, છેતરપીંડી કરી ઠગાઈ કરતાં આ સંબંધે શર્મિલાબેન દવે (બ્રાહ્મણ) દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.

error: Content is protected !!