Tuesday, 03/12/2024
Dark Mode

સંતરામપુરના સીર ગામે દીપડાએ હુમલો કરી મૂંગા પશુઓનું મારણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો 

સંતરામપુરના સીર ગામે દીપડાએ હુમલો કરી મૂંગા પશુઓનું મારણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો 

 ઇલ્યાસ શેખ :- સંતરામપુર 

સંતરામપુર તાલુકાના સીર ગામે દીપડાએ હુમલો કરતા પશુઓનું મારણ કરતા પંથકમાં ફફડાટ ફેલાયો

સંતરામપુર તા.10

સંતરામપુર તાલુકાના સીર ગામમા આવેલા મુકેશભાઈ ડાભીના ઘર પાસે રાત્રી સમયે દીપડાએ બહાર બાંધેલા પશુઓનો હુમલો કરીને પશુઓનું મારણ થયું હતું.આ ઘટના બનતા ગામની અંદર ભયનો માહોલ જોવાયો છે.રાત્રિના સમયે ગ્રામજનોને બહાર નીકળવું જોખમકારક ઊભું થયું છે. ગામના સરપંચ દ્વારા દીપડાએ હુમલો કરીને પશુનું મારણ થતા ફોરેસ્ટ વિભાગમાં જાણ કરી હતી.પરંતુ આ રીતે દીપડાએ હુમલો કરતા ગ્રામજનોએ પશુઓ હવે ઘરની અંદર રાખવામાં આવશે અને ગ્રામજનો પશુઓ અને પોતાના પોતાના પરિવારનો જીવ બચાવવા માટે રાતના સમયે જાતે પેટ્રોલિંગ અને જાગરણ કરીને સાવધાની જાળવશે આ ગામમાં બે જ મહિનામાં દીપડાએ હુમલો કર્યો અને જોવા મળ્યો હતો સંતરામપુર તાલુકાના શીર ગામ ડુંગરા નદી પાસે બે માસ અગાઉ પણ જોવા મળ્યો હતો વારંવાર આ ગામની અંદર દિપડો જોવા અને આવતા ગ્રામજનો ચિંતાજનક બની ગયા છે

error: Content is protected !!