Monday, 10/02/2025
Dark Mode

પંચમહાલ જિલ્લાના ડાગરે ચોકડી પાસે દૂધના કેરેટ ભરેલો ટેમ્પોને નડ્યો અકસ્માત:આશરે 3 લાખ ઉપરાંતનું દૂધ રોડ પર વહી જતા આસપાસના લોકોએ દૂધની લૂંટ ચલાવી

પંચમહાલ જિલ્લાના ડાગરે ચોકડી પાસે દૂધના કેરેટ ભરેલો ટેમ્પોને નડ્યો  અકસ્માત:આશરે 3 લાખ ઉપરાંતનું દૂધ રોડ પર વહી જતા આસપાસના લોકોએ દૂધની લૂંટ ચલાવી

  ઇલ્યાસ શેખ :-સંતરામપુર 

સંતરામપુર તા.01

પંચમહાલ જિલ્લાના ડાંગરે ચોકડી પાસે દૂધ નો ટેમ્પો પલટી મારી જતા રૂપિયા સાડા ત્રણ લાખ રૂપિયાનું આશરે દૂધનો ટેમ્પો રસ્તા ઉપર પલટી  મારી જતા રોડ ઉપર દૂધની નદીઓ વહેવા લાગી હતી.રોડ ઉપરથી દુધના પેડા પડી જતા દૂધ વેરાતા ચારે બાજુથી લોકો દૂધને લુંટી ગયા હતા પંચમહાલ ડેરી માંથી સંતરામપુર તરફ અને સંતરામપુર તાલુકાના અલગ-અલગ સેન્ટર પર દૂધની ડીલેવરી કરવાની હતી સંતરામપુર નગરમાં 11 સેન્ટર ઉપર દુધ કોઈને પહોંચ્યું નથી.આજે સંતરામપુર નગરમાં સંખ્યાબંધ લોકો દૂધ વગર રહ્યા અને આવી ઘટના બનતા દૂધ ન મળવાના કારણે હોટલોમાં અને ચાની કીટલી ચાર વક્તાની બંધ થઈ ગઈ હતી.પંચમહાલ ડેરી માંથી ભરીને સંતરામપુર ટેમ્પો બકરા ને બચાવવા જતા ટેમ્પો પલટી મારી ગયો હતો.

error: Content is protected !!