Thursday, 21/11/2024
Dark Mode

ગરબાડામાં એક પરિવારના 5 મળી કુલ 7 લોકો રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ નોંધાતા ખળભળાટ:ગરબાડામાં કોરોનાનો કુલ આંક 56 પર પહોંચ્યો

ગરબાડામાં એક પરિવારના 5 મળી કુલ 7 લોકો રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ નોંધાતા ખળભળાટ:ગરબાડામાં કોરોનાનો કુલ આંક 56 પર પહોંચ્યો

 વિપુલ જોષી @ ગરબાડા 

ગરબાડા તા.13

ગરબાડા નગરમાં આજરોજ એક જ પરિવારના 5 સભ્યો સહીત પંથકમાં કુલ 7 કોરોના પોઝિટિવના કેસો સામે આવતા સમગ્ર ગરબાડા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓમાં ગરબાડાના એક જ પરિવારના 5 સભ્યો તેમજ જેસાવાડામાં 2 કેસોનો સમાવેશ થયો છે.જોકે આરોગ્ય વિભાગે કોરોના સંક્રમિત આવેલા દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં ખસેડયા હોવાનું જાણવા મળેલ છે.

વધુ મળતી માહિતી અનુસાર ગરબાડા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળતા આરોગ્ય વિભાગ સહીત વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા પંથકમાં કોરોના સંક્રમણને નાથવા માટે ધનવંતરી રથ તેમજ વધુને વધુ ટેસ્ટિંગ પર ભાર મુક્યો છે.ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા નગરમાં 19 તેમજ જેસાવાડામાં 12 રેપિડ ટેસ્ટ કર્યા હતા જેમાં જેસાવાડામાં 10 તેમજ ગરબાડામાં 14 લોકો મળી કુલ 24 ના  રિપોર્ટ નેગેટીવ આવ્યા છે.જયારે (1) બાલકૃષ્ણ દાડમચંદ સોની ઉ. વર્ષ. 70, (2) તીર્થરાજ નીતિન કુમાર સોની ઉ. વર્ષ. 17, (3) વિભા નીતીશ કુમાર સોની ઉ વર્ષ. 38, (4) પ્રિયંકા અશોકકુમાર સોની ઉ વર્ષ.35, (5) નીતિનકુમાર બાલકૃષ્ણ સોની તમામ.રહે.ગાંધીચોક તેમજ જેસાવાડામાં (1) દીપમાલાબેન રાકેશભાઈ પરમાર ઉ. વર્ષ. 30, (2) કાજલબેન પ્રવીણ સોલંકી ઉ. વર્ષ. 19 મળી રેપિડ ટેસ્ટમાં કુલ 7 કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાતા ગરબાડા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગરબાડા તાલુકામાં અત્યાર સુધીમાં કુલ 56 કોરોના સંક્રમિત કેસો નોંધાવા પામ્યા છે. જેમાં ગરબાડામાં 17 કેસો નોંધાવા પામ્યા છે.હાલ વિભાગ દ્વારા આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓને ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેઓના સંપર્ક માં આવેલા લોકોને કોરોનટાઇન કરી જે તે વિસ્તારને કંટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી સૅનેટાઇઝ સહિતની કામગીરી શરુ કરી છે.

error: Content is protected !!