Thursday, 25/04/2024
Dark Mode

સિંગવડ તાલુકામાં ગંદકી મુક્ત ભારત મિશનની શરૂઆત કરવામાં આવી:ગ્રામજનોને ડસ્ટબીન વિતરણ કરાયાં

સિંગવડ તાલુકામાં ગંદકી મુક્ત ભારત મિશનની શરૂઆત કરવામાં આવી:ગ્રામજનોને ડસ્ટબીન વિતરણ કરાયાં

  કલ્પેશ શાહ, સીંગવડ 

સીંગવડ તા.09

સિંગવડ તાલુકામાં ગંદકી મુક્ત ભારત મિશનની શરૂઆત કરવામાં આવી

સિંગવડ તાલુકા માં 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગંદકી મુક્ત ભારત મિશનનો અભિયાન ચાલુ કરવામાં આવ્યું હતું.તેના ભાગરૂપે તારીખ 8 ઓગસ્ટ સાંજે સાત વાગ્યે સિંગવડ ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું.જે મીટીંગ સીંગવડ ગ્રામ પંચાયતમાં ભરાઈ હતી.તેમાં તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી હાજર રહ્યા હતા. સિંગવડ સરપંચ તલાટી સભ્યો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.ત્યાર પછી ગંદકી મુક્ત ભારત અભિયાનને જાણકારી ઝૂમ મીટીંગ દ્વારા આપવામાં આવી હતી.ત્યાર પછી સીંગવડ તલાટી દ્વારા પણ તેની જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી મકવાણા સાહેબ દ્વારા કોરોના મહામારી પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો.સિંગવડ તાલુકામાં ઓછા કેસો હોવાથી તથા કેશો વધે નહીં તેના માટે માસ્ક તથા સોશિયલ ડિસ્ટન્સ વગેરે માટેની જાણકારી આપવામાં આવી ત્યાર પછી ગંદકી મુક્ત ભારત ના મિશનના ભાગરૂપે સીંગવડ પંચાયત દ્વારા દુકાનો તથા ઘરમાં કચરો એકઠો કરવા માટે ડસ્ટબિન આપવાની શરૂઆત કરવામાં આવી હતી.તથા મિટિંગમાં આવેલા ગ્રામજનોને તાલુકા વિકાસ અધિકારી દ્વારા કચરા ના ડસ્ટબિન આપવામાં આવ્યા હતા.તથા સીંગવડ સરપંચ તથા તલાટી દ્વારા ટૂંક સમયમાં ડોર ટુ ડોર કચરો લેવા માટે ગાડીની વ્યવસ્થા કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.તથા જે નીચ વાસ બજારમાં ગંદા પાણીનો નિકાલ થાય છે. તેના માટે પણ તાલુકા વિકાસ અધિકારી સાહેબ દ્વારા કડક પગલા લેવાની સરપંચ તથા તલાટીને જાણકારી આપવામાં આવી તથા ગંદકી મુક્ત ભારત મિશનના ભાગરૂપે આખા સિંગવડ તાલુકા ની દરેક ગ્રામ પંચાયતોમાં રાત્રિ સભાનું ઝૂમ મીટીંગ દ્વારા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું

error: Content is protected !!