Wednesday, 13/11/2024
Dark Mode

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે ડેપ્યુટી કલેક્ટરની ખાનગી ગાડીએ મોટરસાઇકલ ને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું મોત

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે ડેપ્યુટી કલેક્ટરની ખાનગી ગાડીએ મોટરસાઇકલ ને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું મોત

જયેશ ગારી @ કતવારા 

દાહોદ તા.18
દાહોદ થી ઇન્દોર હાઇવે કતવારા ગામ નજીક ગોધરા તરફથી પુરઝડપે આવતી એક ફોરવહીલ ગાડીના ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતા મોટરસાઇકલ ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હોવાનું જાણવા મળેલ છે
પ્રાપ્ત માહિતી અનુસાર ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર કતવારા ગામ પાસે એક મોટરસાઇકલ ચાલક પોતાની કબ્જા હેઠળની જીજે.20.એએલ.1207 નંબરની બાઈક લઇ પસાર થઈ રહ્યો હતો તે વેળાએ ગોધરા તરફથી પુરઝડપે આવતી જીજે.17.બીએચ. 0511નંબરની ટોયાટા ઈનોવા ગાડીના ચાલકે મોટરસાયકલને અડફેટે લેતા મોટરસાયકલ પર સવાર યુવક જમીન પર પટકાતા તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જોકે ઘટના બાદ આસપાસ ભેગા થયેલા લોકોના ટોળાએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ગઈ મૃતકના શબને કબજે લઇ પીએમ અર્થે મોકલી દીધો હતો અત્રે ઉલ્લેખનીય છે કે કતવારા સાથે મોટરસાયકલ ને અડફેટે લેનાર ઈનોવા કાર પર ડેપ્યુટી કલેક્ટર & એસ.ડી.એમ લખેલી નેમપ્લેટ જોવા મળતા આ કાર કોઈ અધિકારીની હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે કારમાં ખરેખર કોઈ અધિકારીની છે કે નહી? અકસ્માત સમયે અધિકારી કારમાં હાજર હતા કે નહી? તે તમામ વિષય પર તપાસમાં જોતરાઈ ગઈ છે.

error: Content is protected !!