નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ શહેર સહીત જિલ્લાના વિવિધ તાલુકા મથકો પર વિવિધ કાર્યક્રમો થકી વિશ્વ આદિવાસી દિવસથી ઉજવણી કરાઈ,દાહોદમાં પાણ આદિવાસી સંગઠન દ્વારા ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
દાહોદ તા.9
સિંગવડ તાલુકા માં વિશ્વ આદિવાસી દિવસની સાદાઈથી ઉજવણી કરાઈ
કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સીંગવડ તથા તેના આજુબાજુના આદિવાસી ભાઈઓ દ્વારા સીંગવડ ગુરુ ગોવિંદ ચોકમાં આદિવાસી ભાઈઓ દ્વારા કોરોના વાયરસ ની મહામારીને ચાલતા તથા શોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં રાખીને આદિવાસી ભાઈઓ દ્વારા ગુરુ ગોવિંદ ચોક પર દીવા અગરબત્તી કરીને ગુરુ ગોવિંદને યાદ કરવામાં આવ્યા હતા.ત્યાર પછી પ્રાથમિક શાળા સીંગવડ ખાતે આદિવાસી ભાઈઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.તથા આ રીતે સીંગવડ તાલુકાના આદિવાસી ભાઈઓ દ્વારા પર્યાવરણને બચાવવા તથા જંગલ તથા ખેતીની જમીન બચાવવા જરૂરી છે.તથા જંગલ જમીનની રક્ષણ કરવા માટે આદિવાસી જરૂરીછે એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૯ ઓગસ્ટના દિવસને આખા દુનિયાના આદિવાસી સમાજ માટે સમર્પિત કરવામાં આવ્યું છે.તેમ જણાવ્યું હતું.
સરસવા પૂર્વ ગામ પંચાયતમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે વૃક્ષારોપણ કરાયું:કાળીમહુડીમાં વિશ્વ આદિવાસી દિને 400 વૃક્ષો રોપ્યા