Saturday, 20/04/2024
Dark Mode

દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજના વધુ 10 દર્દીઓના ઉમેરા સાથે કુલ આંક 684 પર પહોંચ્યો:વધુ બેના મોત

દાહોદ જિલ્લામાં સતત બીજા દિવસે કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાયો:આજના  વધુ 10 દર્દીઓના ઉમેરા સાથે કુલ આંક 684 પર પહોંચ્યો:વધુ બેના મોત

   જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.06

દાહોદમાં સતત બીજા દિવસે કોરોનાના કેસોમાં મહત્તમ ઘટાડો જોવા મળતા વહીવટી તંત્ર સહિત આરોગ્ય તંત્રએ હાશકારો અનુભવ્યો છે. વધુમાં મળતી માહિતી મુજબ આરોગ્ય વિભાગે ગઇકાલે 120 સેમ્પલો કલેક્ટ કરી ચકાસણી અર્થે મોકલ્યા હતા તે પૈકી 114 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. જ્યારે કોરોના 10 નવા કેસ ના ઉમેરા સાથે દાહોદ જિલ્લામાં કોરોના નો આકડો 684 પહોંચવા પામ્યો છે. જોકે આજરોજ વધુ 27 લોકો કોરોના મુક્ત થતાં હાલ 246 એક્ટિવ કેસો અત્રેના હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે આજરોજ વધુ બે લોકોના મૃત્યુ થવા પામ્યા છે.

દાહોદ જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને નાથવા સતત કામગીરી કરી રહ્યા છે.ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા કલેક્ટ કરેલા સેમ્પલોમાં
(૧) કિર્તિકુમાર કેશવલાલ પરમાર (ઉવ.૭૬ રહે. દરજી સોસાયટી દાહોદ),(ર) યુસુફભાઈ મોહમદ હુસૈન કુંદાવાલા (ઉવ.૭પ રહે. ઠક્કર ફળીયા દાહોદ),( ૩) વિકાસભાઈ પરશોત્તમભાઈ વર્મા (ઉવ.૩૧ રહે.ભાગ્યોદય સોસાયટી, ગોદીરોડ),( ૪) ફાતેમાબેન યુસુફભાઈ કુંદાવાલા (ઉવ.૭૦ રહે. ઠક્કર ફળીયા દાહોદ),(પ) ચિરાગ ચમનલાલ ગંગાધરાણાની (ઉવ.ર૩ રહે. ગોદી રોડ દાહોદ), (૬) લખારા હરિભાઈ દીલીપભાઈ (ઉવ.૧૯ રહે. ઝાલોદ મીઠાચોક), (૭) લબાના કોૈશલભાઈ ઉદેસીંહ (ઉવ.રર રહે. કારઠ ગામ તાલ ફળીયુ),( ૮) પ્રજાપતિ શંકરભાઈ કોયાભાઈ (ઉવ.પપ રહે. સંજેલી તળાવ ફળીયુ),( ૯) ત્રિપાઠી યશભાઈ દીલીપભાઈ (ઉવ.ર૭ રહે. દેના બેંક દાહોદરોડ લીમખેડા),(૧૦) ડાયરા દીનેશભાઈ બાબુભાઈ (ઉવ.ર૪ રહે. પટેલ ફળીયુ અરોડા).મળી કુલ 10 કેસોનો ઉમેરો જોવા મળ્યો હતો.જોકે વધુ બે દર્દીઓના મોત નિપજતા કોરોના કાળમાં મૃત્યુ પામેલા દર્દીઓની યાદીમાં વધુ બે ઉમેરો થતાં કુલ ૪૫ લોકો કોરોનાકાળમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

error: Content is protected !!