Friday, 19/04/2024
Dark Mode

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના શિલાયાન્સના અવસરે દાહોદ શહેર સહિત જિલ્લામાં હિન્દુ સંગઠનો,રાજકીય પક્ષો તેમજ શહેરીજનોએ ઐતિહાસીક દિવસ ગણાવી ફટાકડા ફોડી, રંગોળી બનાવી એકબીજાનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના શિલાયાન્સના અવસરે દાહોદ શહેર સહિત જિલ્લામાં હિન્દુ સંગઠનો,રાજકીય પક્ષો તેમજ શહેરીજનોએ ઐતિહાસીક દિવસ ગણાવી ફટાકડા ફોડી, રંગોળી બનાવી એકબીજાનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી

  આનંદ શાહ, જીગ્નેશ બારીયા  @ દાહોદ ડેસ્ક…

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના શિલાયાન્સના અવસરે દાહોદ શહેર સહિત જિલ્લામાં હિન્દુ સંગઠનો,રાજકીય પક્ષો તેમજ શહેરીજનોએ આ દિવસને ઐતિહાસીક દિવસ ગણાવી ફટાકડા ફોડી, રંગોળી દોર તેમજ એકબીજાનું મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવી


દાહોદ તા.૦૫

દાહોદ શહેરના પુરબીયાવાડના રહીશો તેમજ ગોધરા રોડ ખાતે હિન્દુ સંગઠનો દ્વારા આજના ઐતિહાસિક દિવસ એવા અયોધ્યામાં રામ મંદિર નિર્માણના શિલાયાન્સ સાથે રંગોળી તેમજ વિવિધ બીજા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
સમગ્ર ભારત દેશ માટે આજે ઐતિહાસીક દિવસ સમાન બની રહેશે. વર્ષાેથી ચાલી રહેલ હિન્દુ સંગઠનોની માંગણી પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે એકસુર થયા હતા અને હાઈકોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ જન્મ ભુમી તરીકેના ચુકાદા બાદ સમગ્ર ભારતવાસીઓમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે આજરોજ તારીખ ૫મી ઓગષ્ટના રોજ રામ મંદિર નિર્માણનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે શિલાયાન્સના અવસરે દાહોદ શહેર સહિત જિલ્લામાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. આ સાથે જ દાહોદ શહેરના ઘણા મંદિરો ખાતે આ દિવસની ઉજવણી સાથે સાથે ફટાકડા ફોટી આજના દિવસને વધાવી પણ લેવામાં આવ્યો હતો. મંદિરોમાં પણ પુજા અર્ચના સહિતનો કાર્યક્રમો યોજાયા હતા. દાહોદ શહેરના પુરબીયાવાડ ખાતે સ્થાનીકો દ્વારા આ વિસ્તારના માર્ગ ઉપર ભવ્ય અયોધ્યાના રામ મંદિરની રંગોળી દોરી આજના દિવસને ઐતિહાસીક દિવસ ગણાવ્યો હતો ત્યારે શહેરના હિન્દુ સંગઠનો દ્વારા પણ આજના દિવસે વધાવી લીધો હતો.

સીંગવડ પંથકમાં નગરજનો દ્વારા રત્નેશ્વર મંદિર પર પૂજા અર્ચના કરી ભવ્ય આતીશબાજી કરાઈ 

સીંગવડ તાલુકાના સિંગવડ ગામમાં પ્રભુ શ્રીરામ ની જન્મભૂમિ અયોધ્યામાં ભૂમિપૂજન થતા સીંગવડના ગ્રામજનો દ્વારા રત્નેશ્વર મહાદેવના મંદિરે આરતી ઉતારી ત્યાર પછી બજારમાં ફટાકડા ફોડીને આતીશબાજી કરવામાં આવી હતી.આ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આ એક હર્ષોલ્લાસનો દિવસની ઉજવણી કરાઇ હતી.

 ગરબાડામાં રામજી મંદિરે પૂજા કર્યા બાદ ધજા બદલાઈ તેમજ ભવ્ય આતીશબાજી કરી ઉજવણી કરી 

દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આવેલ શ્રી રામજી મંદિરે પણ આ પર્વની નગરજનો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.ફટાકડાની આતશબાજી સાથે 12:00 કલાકે ભગવાન શ્રીરામની આરતી કરવામાં આવી હતી તેમજ આ શુભ પ્રસંગે મંદિરની ધજા પણ બદલવામાં આવી હતી તો બીજી તરફ નગરમાં ઠેરઠેર ફટાકડા ફોડવામાં આવ્યા હતા.અને  તમામ નાનામોટા ભેગા મળી આ પર્વ ને લઇ પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

શ્રી રામ જન્મભૂમિ મંદિર ભૂમિ પૂજન નિમિત્તે બારીયા તેમજ પિપલોદ ગામમાં ભવ્ય ઉજવણી કરી  

અયોધ્યામાં આજે શ્રી રામ જન્મભૂમિ માં મંદિરનું ભૂમિપૂજન થઈ રહ્યું છે તે નિમિત્તે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં વિશ્વ હિન્દુ પરિષદ , બજરંગ દળ, ધર્મપ્રેમી જનતા, પીપલોદ ગામના વેપારી મિત્રો અને નાગરિકો દ્વારા ફટાકડા ફોડીને જયશ્રી રામના નાદ સાથે ભૂમિ પૂજનની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામ જન્મભૂમિ મંદિર નું ભૂમિ પૂજન નિમિત્તે પિપલોદ ગામમાં આજે સવારે રામ રક્ષા સ્ત્રોત , ભજન , આરતી અને બપોરે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ સાંજે બધા ઘરોમાં દીપ પ્રચલિત કરવામાં આવશે. પિપલોદ ગામમાં આજે બધા ધર્મપ્રેમી ભાઈઓએ બજાર માં અલગ અલગ જગ્યાએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. પીપલોદ બજાર માં આજે ફટાકડા ના નાદ સાથે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો અને જયશ્રી રામના નાદ સાથે આખું પીપલોદ ગામ ગુંજી ઉઠ્યું હતું.

ફતેપુરા માં આવેલ રામજીમંદિર ને રંગરોગાન કરીને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું હતું,અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર ભૂમિપૂજન કાર્યક્રમ લઈને ફતેપુરામાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો 

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરના નગરની મધ્યમાં આવેલા રામજી મંદિરમાં ને કલર કરી ફૂલોથી અને ફુગાથી સજાવટ કરવામાં આવેલ હતી આજરોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળ પર ભવ્યથી ભવ્ય તૈયાર થનાર શ્રી રામજી મંદિરના ભૂમિ પૂજન હોય ફતેપુરાના નગરમાં પણ ભારે હર્ષોલ્લાસ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી રામજી મંદિર ને રંગરોગાન કરીને મંદિરની અંદર અને બહાર ભારે સજા વાત કરવામાં આવી હતી તેમજ મંદિરમાં હવન પૂજન નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો તથા રામ ભક્તોને પ્રસાદ આપવામાં આવેલો હતો ૧૯૯૨માં અયોધ્યા ગયેલ રામ સેવકોનું ફુલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું તથા ફટાકડા ફોડી ને ઉત્સાહ મ નાવવામાં આવેલ હતું અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર ભૂમિ પૂજન નો કાર્યક્રમ ચાલતો હતો ત્યારે ફતેપુરા નગરમાં મેઘરાજા મહેરબાન થઇ ને મુશળધાર વરસાદ વરસી ને ખેતરમાં ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું હતું લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ જવા પામ્યા હતા.

સુખસરમાં  શ્રી રામ મંદિર  શિલાન્યાસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.મહા આરતી આતશબાજી દિપક પૂજન જેવા કાર્યક્રમો યોજાયા.

  ફતેપુરા તાલુકાના સુખસરમાં મહાદેવ મંદિર ખાતે શ્રી રામ મંદિર શિલાન્યાસ કાર્યક્રમ અંતર્ગત મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો શંખનાદ  અને આતશબાજીથી તેમજ જય શ્રી રામ ના નારાથી વાતાવરણ ગૂંજી ઊઠયું હતું દિવાળીના તહેવાર જેવો માહોલ સર્જાયો હતો રાત્રિના સમયે ભક્તોએ દિવાળીની જેમ આતશબાજી કરી હતી તેમ જ ઘરે ઘરે દીવડાઓ પ્રગટાવી ઉજવણી કરી હતી કોરોના મહામારી ને લઇ સોશિયલ distance રાખી માસ્ક પહેરીને કાર્યક્રમની ઉજવણી કરાઇ હતી સુખસર પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવ્યું હતું.

error: Content is protected !!