Wednesday, 12/02/2025
Dark Mode

કોરોનાનો કહેર:આજના 33 નવા કેસોના ઉમેરા સાથે કોરોનનો આંકડો 586 પર પહોંચ્યો

કોરોનાનો કહેર:આજના 33 નવા કેસોના ઉમેરા સાથે કોરોનનો આંકડો 586 પર પહોંચ્યો

   જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ, તા.૩૧

દાહોદમાં આજે ૩૩ કોરોના પોઝીટીવ દર્દીઓનો વિસ્ફોટની જાહેરાતની સાથે શહેર સહીત જિલ્લામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.આજ રોજ વધુ 33 દર્દીઓના સમાવેશ થતાં કોરોના પોઝીટીવનો દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૫૮૬ને પાર પહોંચી ચુક્યો છે અને એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૩૪૫ વટાવી ચુકી છે. મૃત્યુ દરની વાત કરીએ તો દાહોદ જિલ્લામાં અત્યાર સુધી કોરોના સંક્રમણને કારણે કુલ ૩૯ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આમ, દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ હાલ વધુ જાેવા મળી રહ્યું છે.

દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ ભયાનક રૂપ ધારણ કરી લેતા છેલ્લા એક સપ્તાહ કરતા વધારે સમયથી સંખ્યાબંધ કેસોનો વધારો થતાં દાહોદ જિલ્લામાં એક પ્રકારનો ભય ફેલાઈ જવા પામ્યો છે.જ્યારે દાહોદ શહેરમાં તો ઉધઈની જેમ વધી રહેલા કોરોના મહામારીના વ્યાપનાં લીધે શહેરના 1800 ઉપરાંત ગલી મોહલ્લા કંટેઇન્મેન્ટ એરીયા જાહેર કરાયાં છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 115 સેમ્પલ ચકાસણી અર્થે મોકલ્યા હતા તેમજ આજરોજ 164 જેટલાં રેપિડ ટેસ્ટ કરતા કુલ 279 સેમ્પલોમાંથી 246 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે (૧) ભાટીયા ઝેહરાબેન મુર્તુઝા (ઉવ.૩૬ રહે. સુજાઈ બાગ સકીના એપાર્ટમેન્ટ છઠ્ઠો માળ),( ર) કુસુમબેન રમેશચંદ્ર શેઠ (ઉવ.૬૦ રહે. રામનગર સોસાયટી, દાહોદ),( ૩) હિંમ્મતલાલ પિતાંબરદાસ ડાભી (ઉવ.૭૬ રહે. રામનગર સોસાયટી, દાહોદ), (૪)હાસનભાઈ નઝમ્મુદ્દીન મુલ્લામીઠાવાલા (ઉવ.૬૪ રહે.નજીમી મહોલ્લા, દાહોદ),( પ) જ્યોતિબેન વસંતલાલ સોલંકી (ઉવ.૩૮ રામનગર સોસાયટી,દાહદ), (૬) વિદ્યાબેન વસંતલાલ સોલંકી (ઉવ.૬ર રહે. રામનગર સોસાયટી, દાહોદ), (૭) ઉપેન્દ્રકુમાર વસંતલાલ સોલંકી (ઉવ.૩૬ રહે. રામનગર, દાહોદ), (૮) વસંતલાલ રતનસીંઘ સોલંકી ઉ.વ.૭૦ રહે. રામનગર સોસાયટી, દાહોદ), (૯) શકુંતલાબેન નિલેશકુમાર પરમાર (ઉવ.૪૮ રહે. દરજી સોસાયટી, દાહોદ), (૧૦) દિલીપભાઈ વિરસીંગભાઈ કટારા (ઉવ.પ૦ રહે. જેસાવાડા, ગરબાડા),( ૧૧) અકબર ફકરૂદ્દીન કુતારવડલીવાલા (ઉવ.પ૯ રહે. તૈયબી સોસાયટી, દાહોદ), (૧ર) દીપક રામપાલ ઠાકુર (ઉવ.ર૩ ઈન્દ્રોર હાઈવે ઓપ પેટ્રોલ પંપ), (૧૩) પ્રવીણ સબુરભાઈ ડામોર (ઉવ.ર૦ રહે. કાળાપીપળ, ભુરીયા ફળીયા), (૧૪) સૈખ અબ્દુલ કે (ઉવ.ર૬ રહે. શીવ રેસીડેન્સી પીપલોદ દેવ બારીયા), આ 14 પોઝીટીવ દર્દીઓની સત્તાવાર માહિતી મળ્યાના કલાકના સમયગાળા દરમ્યાન આરોગ્ય તંત્ર દ્વારા વધુ ૧૯ કોરોના પોઝીટીવ દર્દીઓ વધુ આવ્યા હોવાના સમાચાર સાથે જ આજનો કુલ પોઝીટીવ દર્દીઓનો આંકડો ૩૩ ઉપર પહોંચી ગયો હતો.જ્યારે આજરોજ કોરોના સંક્રમિત આવેલા દર્દીઓ તેમજ કંટેઇન્મેન્ટ એરિયાના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય તંત્રની ટીમો દ્વારા સેનેટરાઈઝીંગની કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે.

——————————-

error: Content is protected !!