Wednesday, 17/08/2022
Dark Mode

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત:આજના નવા 27 કોરોના પોઝીટીવ કેસો સાથે એક્ટિવ કેસોનો આંકડો 250 પર પહોંચ્યો:16 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયાં

દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણનો સિલસિલો યથાવત:આજના નવા 27 કોરોના પોઝીટીવ કેસો સાથે એક્ટિવ કેસોનો આંકડો 250 પર પહોંચ્યો:16 દર્દીઓ ડિસ્ચાર્જ કરાયાં

  જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ, તા.ર૭

દાહોદમાં આજે વધુ ૨૭ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો નોંધાતા જિલ્લામાં કોરોના સંકમણની સફરો યથાવત્‌ રહેવા પામી છે. આજના ૨૭ મળી કુલ આંકડો ૪૫૩ ઉપર પહોંચી ગયો છે જ્યારે આજે ૧૩ કોરોના દર્દીઓ સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા અપાતા હવે એક્ટીવ કેસોની સંખ્યા ૨૫૦ રહેવા પામી છે. આમ, દાહોદમાં સતત કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશથી જિલ્લાવાસીઓ સહિત આરોગ્ય તેમજ વહીવટી તંત્રમાં ચિંતાનો માહૌલ અડીખમ રહેવા પામ્યો છે.

કોરોના મહામારીમાં દાહોદ જિલ્લાની પરિસ્થતિ દિવસેને દિવસે વણસતી જઈ રહી છે.જિલ્લાના લીમડી ઝાલોદ જેવા તાલુકા તો એક સપ્તાહ માટે ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરતા બન્ને તાલુકા જડબેસલાક બંધ રહેવા પામ્યા છે.જ્યારે દાહોદ શહેરમાં પણ દાહોદ શહેરમાં કોરોનાના નાગચૂડમાં જકડાઈ ગયું હોવાનું સપાટી પર આવી રહ્યું છે.આરોગ્ય વિભાગના મુખ્ય આરોગ્ય અધિકારી પણ રેપિડ ટેસ્ટમાં પોઝીટીવ આવતા વહીવટી તંત્ર સહીત નગરજનોમાં ચિંતા નો દોર ફેલાઈ જવા પામ્યો છે.આરોગ્ય વિભાગે ગઈકાલે 189 લોકોના સેમ્પલ કલેક્ટ કરી ચકાસણી માટે મોકલ્યો હતો જે પૈકી 162 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા જ્યારે ૧) રૂચિતા જવલન પંચાલ (ઉવ.રપ રહે. ગોવિંદનગર,દાહોદ), ર) લક્ષ્મીબેન જસુમલ ભરવાણી (ઉવ.૭૦ રહે. ગોદી રોડ, દાહોદ), ૩) મીઠાલાલ ભગવાનદાસ ગાંધી (ઉવ.પ૯ રહે.એમજી રોડ,દાહોદ), ૪) ચિરાગભાઈ ઓછવલાલ પંડ્યા (ઉવ.૪૧ રહે. ગોવિંદનગર,દાહોદ), પ) માનસીંગભાઈ આબજીભાઈ રાઠોડ (ઉવ.પ૮ રહે.ચુતરડી ગામતળ, દાહોદ), ૬)ઝેરાબેન આબીદવાલા ફ્રુટીવાલા (ઉવ.પ૬ રહે. સૈફી મહોલ્લા દાહોદ), ૭) હુસૈની કુત્ત્બુદ્દીનભાઈ ભગત (ઉવ.૬૯ રહે. સબ્જી માર્કેટ,દાહોદ), ૮) અબ્બાસભાઈ મુસ્તફા અંતરવાલા (ઉવ.ર૦ રહે. નવજીવન મીલ નં.ર દાહોદ), ૯) ફાતેમા સૈફુદ્દીન અંતરવાલા (ઉવ.૭૯ રહે. નવજીવન મીલ, દાહોદ), ૧૦) બુરહાન સીરાજ ભાભરાવાલા (ઉવ. પર રહે. ગોદી રોડ, દાહોદ), ૧૧) હસુમતી શામળદાસ પરમાર (ઉવ.૬૯ રહે. દરજી સોસાયટી, દાહોદ), ૧ર) તૈયબભાઈ ફીદાહુસેન ગાંગરડીવાલા (ઉવ.પપ રહે. ગોદી રોડ, દાહોદ), ૧૩) હાસીમ મોહમદ બજરીયા (ઉવ.રર રહે. ડબગરવાડ, દાહોદ), ૧૪) સ્વીટુબેન મિલનકુમાર શાહ (ઉવ. ૪૪ રહે. ગોધરા રોડ, દાહોદ), ૧પ) મિલન કનૈયાલાલ શાહ (ઉવ.પ૧ રહે. ગોધરા રોડ, દાહોદ), ૧૬) કૃણાલ ચંદ્રકાંત દોશી (ઉવ.૩૮ રહે. મહાવીર નગરસોસાયટી), ૧૭) ર્ડા. સાહિલ નરસુભાઈ ડામોર (ઉવ.૩૧ રહે. સોનીવાડ, દાહોદ), ૧૮) નુરૂદ્દીન હસનભાઈ પહાડવાલા (ઉવ.૬પ રહે.ગોધરા રોડ, દાહોદ), ૧૯) સલમાબેન અજગરભાઈ સકલવાલા(ઉવ.૬પ રહે. ગોદી રોડ, દાહોદ), ર૦) જુબેદાબેન ઉસુફલી ખરોદાવાલા (ઉવ.૮૦ રહે. સૈફી મહોલ્લા દાહોદ), ર૧) ફાતેમાબેન અલીહુસેનભાઈ ખરોદાવાલા (ઉવ.૮પ રહે.સૈફી મહોલ્લા દાહોદ), રર) ગંગાબેન કરણસીંગ રોઝ (ઉવ.પ૮ રહે. જીવનદીપ સોસાયટી, દાહોદ), ર૩) પુજાભાઈ મલાભાઈ પરમાર (ઉવ.૬૦ રહે. સંતરામપુર, મહીસાગર), ર૪) પદ્માબેન ઠાકોર લાલ શાહ (ઉવ.૭૮ રહે. દેસાઈવાડ, દાહોદ), રપ) પ્રજાપતિ ભાવનાબેન અશોકભાઈ (ઉવ.૪૦ રહે. ઝાલોદ), ર૬) પરમાર જગદીશભાઈ મોતીભાઈ (ઉવ.૪ર રહે. ઝાલોદ), ર૭) ચારેલ મહેશભાઈ નરેન્દ્રભાઈ (ઉવ.ર૦ રહે. ડુંગરી) આમ, આ ૨૭ કોરોના પોઝીટીવ કેસોના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું પણ આરોગ્ય તંત્ર દ્વારા ટ્રેસીંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

error: Content is protected !!