Friday, 29/03/2024
Dark Mode

દાહોદ શહેરમાં તસ્કરો ત્રાટક્યા:એક બેંક સહિત ત્રણ દુકાનના તાળા તૂટ્યા: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ:પોલીસ તપાસમાં જોતરાઇ

દાહોદ શહેરમાં તસ્કરો ત્રાટક્યા:એક બેંક સહિત ત્રણ દુકાનના તાળા તૂટ્યા: સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ:પોલીસ તપાસમાં જોતરાઇ

       જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ તા.૨૭

દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ એક બેંક તથા તેની બાજુમાં આવેલ બીજી ત્રણ જેટલી દુકાનોમાં મધ્યરાત્રીના સમયે તસ્કરોએ તાળા તોડ્યા હતા.અને ચોરી કરવાનો પ્રયાસ કર્યાે હતો. વહેલી સવારે આ ઘટનાની જાણ બેંક કર્મચારી સહિત દુકાનના માલિકોને થતાં લોકટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા.અને પોલીસ પણ સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં ચોરી, લુંટફાટના બનાવો વધવા માંડ્યા છે અને હાલ કોરોના વૈશ્વિક મહામારીને કારણે લોકો પોતાના રોજગાર ધંધા બંધ કરી વહેલા પોતાના ઘરે જતા રહેતા હોવાથી જાણે તસ્કરોને મોકળુ મેદાન મળી રહ્યુ છે. આખો દિવસ વિસ્તારની તેમજ દુકાનોની રેંકી કરી અને રાત્રીના અંધારામાં ચોરીને તસ્કરો અંજામ આપી રહ્યા છે. આવો જ ચોરીનો બનાવ સામે આવ્યો છે જેમાં દાહોદ શહેરના ઈન્દૌર હાઈવે રોડ પર આવેલ એક બેંક તથા બાજુમાં આવેલ બીજી બે – ત્રણ દુકાનોની રાત્રી દરમ્યાન તસ્કરોએ તાળા તોડ્યા હતા. ઘટનાની જાણ માલિકોને થતાં તાબડતોડ તેઓ સ્થળ પર દોડી ગયા હતા જ્યા બેંકના દરવાજાના તેમજ દુકાનોના શટરોના તાળા તોડી તસ્કરોએ અંદર પ્રવેશ કર્યાે હતો. પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે હતો. બેંક, દુકાનો તેમજ વિસ્તારમાં લાગેલ સીસીટીવી ફુટેજાેની પોલીસ દ્વારા તપાસ કરતાં સીસીટીવી કેમેરામાં મોંઢે રૂમાલ બાંધી કેટલાક ચોરો નજરે પણ પડ્યા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસે ફરીયાદ નોંધાવાની કામગીરી સાથે તપાસનો દૌર આરંભ્યો છે ત્યારે સમાચાર લખાય છે ત્યા સુધી કેટલી મત્તાની ચોરી થઈ છે તે હાલ જાણી શકાયું નથી.

 

error: Content is protected !!