Friday, 29/03/2024
Dark Mode

દાહોદમાં કોરોના વોરિયર્સ સાથે દુર્વ્યવહારનો વિડીયો વાયરલ: ચોક્કસ સમુદાયના લોકો દ્વારા હોસ્પિટલના નર્સ સ્ટાફ અને કર્મચારીઓ સાથે ઉધ્ધતાઈભર્યું વર્તન:કોરોના વોરિયર્સના માન સન્માન માટે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ

જીગ્નેશ બારીયા @ દાહોદ 

દાહોદ તા.19

દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાંનો એક વિડીયો આજે સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ખળભળાટ સાથે ચકચાર મચાવી મૂક્યો છે. આ વીડિયોમાં કોરોના વોરિયર્સ ગણાતા આરોગ્ય તંત્રના નર્સ સ્ટાફ તથા તેમના કર્મીઓ સાથે આ વિસ્તારના ચોક્કસ સમુદાયના લોકો દ્વારા દુર્વ્યવહાર તેમજ ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જોવાઈ રહ્યું છે ત્યારે આ વાયરલ થયેલ વિડીયોના પગલે લાગતા વળગતા તંત્ર દ્વારા કોરોના વોરીયસના માન અને સન્માન માટે સઘન તેમજ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી દાહોદ જિલ્લાવાસીઓમાં માંગ ઉઠવા પામી છે.

હાલ કોરોના વાયરસના સંક્રમણને પગલે દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના પોઝિટિવ
નો આંકડો દિનપ્રતિદિન વધવા માંડયો છે. આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્ર દ્વારા લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરી તેમજ તેમની સારસંભાળના ઉદ્દેશ્ય સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં ટેસ્ટિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે. કોરોના વૈશ્વિક મહામારીને પગલે કોરોના વોરીયસ તરીકે ગણાતા ડોક્ટર, નર્સ તેમજ તેમની સાથે કાર્યરત તમામ લોકો હાલ પોતાના ઘર-પરિવાર થી દૂર રહી સતત ૨૪ કલાક covid-19ની કામગીરી કરી રહ્યા છે ત્યારે બીજી તરફ આજરોજ દાહોદ શહેર સહિત જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ એક વીડિયોના પગલે સૌ કોઈના હોશ ઉડાવી મૂક્યા છે. આ વિડીયો દાહોદ શહેરના કસ્બા જૂની કોર્ટ વિસ્તારનું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ વીડિયોમાં દાહોદ આરોગ્ય તંત્રની એક નર્સ તેમજ તેની સાથે તેના સ્ટાફના માણસો આ વિસ્તારમાં લોકોના સ્વાસ્થ્યની ચકાસણી તેમજ તેઓને કોઈ તકલીફ તો નથી ને તે જાણવા માટે સર્વે કરવા ગયા હતા. આ કોરોના વોરિયર્સ આ વિસ્તારમાં જતાની સાથે જ કેટલાક ચોક્કસ સમુદાયના લોકો દ્વારા આ નર્સની સાથે ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે નજરે પડયું હતું અને કહેતા હતા કે, રોજ ઉઠ કે ચલે આતે હો, ઇન લોગોં કો કોઈ ઓર ધંધા નહિ હૈ, ઉપરવાલે સબ કો બુલા તો રહે હૈ, મુસલમાનોં કો માર ડાલતે હૈ, તમારે અમારા ઘરે અને અમારા વિસ્તારમાં આવવાનું જ નહીં, અમારા મહોલ્લાવાળા તેમજ ઘરવાળાઓને કોરોના વોરોના કઈ જ નહીં થાય, તમે અહીંથી ચાલ્યા જાઓ, તેવું નર્સ તેમજ તેના સ્ટાફને જણાવતાં નર્સે તેમ પણ કહ્યું હતું કે, અમને ઉપરથી ઓર્ડર છે અને અમે માત્ર તમારા સ્વાસ્થ્યની તપાસ કરવા તેમજ તમે કેમ છો તે જાણવા આવ્યા છે, તેમ કહેવા છતાં પણ આ વિસ્તારના લોકો દ્વારા ટસ ના મસ થયા ન હતા અને કોરોના વોરિયર્સ ગણાતા નર્સ તથા તેમના સ્ટાફની સાથે ગેરવર્તન તેમજ ઉદ્ધતાઈ પૂર્વકનું વર્તન કરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ પણે જોવાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોનાવાયરસ એ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે કેટલાક ચોક્કસ સમુદાયના લોકો દ્વારા જાણે પોતાને કોરોનાવાયરસ થશે નહીં તેવી ગંભીર ભૂલોને કારણે પોતાના તથા પોતાના પરિવારના સદસ્યોના સ્વાસ્થ્ય સાથે રમી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ ના માન સન્માન માટે અને આ વીડિયોની તલસ્પર્શી તપાસ હાથ ધરી સઘન કાર્યવાહી કરવામાં આવે તેવી કોરોના વોરિયર સહિત દાહોદ જિલ્લાના જાગૃત નાગરિકોની માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!