Friday, 14/03/2025
Dark Mode

સુખસર:કોરોના સંક્રમણના પગલે દસ દિવસના જનતા કર્ફ્યુની જાહેરાત કરાઈ

સુખસર:કોરોના સંક્રમણના પગલે દસ દિવસના જનતા કર્ફ્યુની જાહેરાત કરાઈ

   હિતેશ કલાલ @ સુખસર 

કોરોના સંક્રમણ અટકાવવા સુખસરમાં દસ દિવસ જનતા કરફ્યુની જાહેરાત,સવારે સાતથી એક દુકાનો ખોલી શકાશે,નિયમનો ભંગ કરનાર સામે બે હજારનો દંડ વસુલ કરાશે.

 સુખસર.તા.20
ફતેપુરા તાલુકાના સુખસર વિસ્તારમાં કોરોના સંક્રમણ ન વધે તે અર્થે મંગળવારથી દસ દિવસ સુધી લોકડાઉન અને જનતા કરફ્યુ જાહેરાત કરી હતી નિયમનો ભંગ કરનાર સામે બે હજારનો દંડ વસુલ કરાશે તેવી સૂચના આપવામાં આવી હતી.
 દાહોદ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના પોઝિટિવ કેસો માં ઉતરોતર વધારો નોંધાઈ રહ્યો છે જેથી ગ્રામીણ વિસ્તારમાં કોરોના સંક્રમણ નો ફેલાવો થાય તે અર્થે વિવિધ ગામમાં લોકડાઉન અને જનતા કરફ્યુ જાહેરાત કરવામાં આવી છે જેમાં ફતેપુરા તાલુકાના સુખસરમાં પણ મંગળવારથી દસ દિવસ સુધી લોકડાઉન ની સાથે જનતા કરફ્યુ ની જાહેરાત કરાઇ હતી વેપારીઓની રજૂઆતના પગલે ગ્રામ પંચાયત દ્વારા સવારે સાતથી એક વાગ્યા સુધી વેપાર ધંધા ચાલુ રાખી શકાશે અને ત્યારબાદ જનતા કરફ્યુ ની સૂચના આપવામાં આવી હતી.નિયમનો ભંગ કરનાર સામે 2 હજારનો  દંડ વસૂલ કરાશે તેવી પણ જાહેરાત કરાઇ હતી રવિવારે સંપૂર્ણ લોકડાઉન હોવાની પણ સૂચના આપવામાં આવી હતી.
error: Content is protected !!